________________
ભાગ ૩
૨૩૯
કેવી
રાજમહેલમાં બિલાડીનો પ્રવેશ શક્ય નથી; હવે બિલાડીથી રાજકુમારનું મૃત્યુ રીતે થશે ? નહીં થાય.’
છ દિવસ વીતી ગયા. સાતમો દિવસ હતો. ધાવમાતા રાજકુમારને લઈને ઓરડાની બહાર બેઠી હતી અને દૂધ પાતી હતી. ઓરડાનાં દ્વારની ઉપર લાકડાનો આગળો હતો, તે તૂટી પડ્યો..... સીધો જ કુમાર ઉપર પડ્યો અને તે જ ક્ષણે કુમારનું મૃત્યુ થયું.
નગરમાં, રાજ્યમાં સર્વત્ર શોક છવાઈ ગયો. વરાહમિહિર નગર છોડીને ભાગી ગયો. ભદ્રબાહુસ્વામી રાજમહેલમાં ગયા અને શોકસંતપ્ત રાજાને ધર્મોપદેશ આપીને આશ્વાસન આપ્યું. રાજાએ આચાર્યદેવના જ્યોતિષજ્ઞાનની પ્રશંસા કરી. રાજાએ પૂછ્યું : “ગુરુદેવ, આપે તો કહ્યું હતું કે બિલાડીથી મૃત્યુ થશે’, એ વાત સાચી ન પડી.’
આચાર્યદેવે કહ્યું : ‘વાત સાચી જ છે. જે લાકડાનો આગળો તૂટી પડ્યો હતો તે અહીં મંગાવો.’ રાજાએ આગળો મંગાવ્યો. એની ઉ૫૨ બિલાડીનું મુખ બનાવ્યું હતું. રાજાએ જોયું. રાજાને સંતોષ થયો અને તે આચાર્યદેવનો પરમ ભક્ત બની ગયો.
વરાહમિહિર જંગલમાં ગયો. તાપસ બની ગયો. હૃદયમાં જૈનસંઘ અને ભદ્રબાહુ સ્વામી પ્રત્યે દ્વેષ ભરેલો જ હતો. તેણે તપશ્ચર્યા કરી. મરીને તપશ્ચર્યાના પ્રભાવથી વ્યંતર દેવલોકમાં વ્યંતરદેવ બન્યો.
તેણે પોતાનાં જ્ઞાનથી પૂર્વ ભવ જોયો; દ્વેષભાવના ઉત્પન્ન થઈ ગઈ. જૈનસંઘને મારવા માટે તેણે નગરમાં મહામારી - મરકી ફેલાવી દીધી. કેટલાય લોકો મરવા લાગ્યા. સંઘના આગેવાન લોકો ભદ્રબાહુસ્વામી પાસે ગયા. બધી વાત જણાવી. “સંઘરક્ષા કરવી એ મારું કર્તવ્ય છે,’ એમ વિચારીને તેમણે જ્ઞાનથી રોગ-ઉપદ્રવનું કારણ જોયું.
તેમણે એ સમયે ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના કરી. સ્તોત્ર સંઘને આપ્યું. ‘આ સ્તોત્રનો જે પાઠ ક૨શે, એને મહામારીનો રોગ નહીં થાય. જેને થયો હશે તેનો રોગ પણ શાન્ત થઈ જશે.'
સંઘના અગ્રણીઓ પ્રસન્નચિત્ત થયા. ઉવસગ્ગહરં સ્તોત્રનો જૈનસંઘમાં ઘેરઘેર પાઠ થવા લાગ્યો. રોગ દૂર થઈ ગયો. ત્યારથી આ સ્તોત્ર આ લોકના અને પરલોકના કલ્યાણ માટે જૈનસંઘમાં પ્રચલિત બની ગયું.
આ રીતે ‘ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના શ્રી ભદ્રબાહુસ્વામીએ કરી છે. આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org