________________
૨૩૪
શ્રાવકજીવન આનો અર્થ આ પ્રકારે છેઃ હે ભગવનું, સ્તવ અને સ્તુતિરૂપ ભાવ-મંગળથી જીવ કયો લાભ પ્રાપ્ત કરે છે ?”
ભગવાન કહે છે: “હે ગૌતમ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ-મંગળથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારના બોધિલાભથી જીવ દેવવિમાનમાં જાય છે અને મોક્ષમાં જાય છે. કાયોત્સર્ગમાં લોગસ્સ સૂત્રનું ધ્યાન
કાયોત્સર્ગને લોકભાષામાં “કાઉસ્સગ્ન' કહે છે. કાઉસ્સગ્નમાં લોગસ્સ સૂત્રનું સ્મરણ કરવાનું હોય છે. કાયોત્સર્ગ - કેવી રીતે ઊભા રહેવું જોઈએ અને કેવી રીતે લોગસ્સ સૂત્રનું સ્મરણ કરવું જોઈએ, એ બતાવતાં એક પ્રાચીન ગ્રંથમાં લખ્યું
चउरंगुलंतरपादो पडिले हिय अंजलिकय पसत्थो ।
अव्वाखित्तो वुत्तो कुणदिय चउविसत्थयं भिक्खू ॥ બે પગોની વચમાં ચાર આંગળનું અંતર રાખીને ઊભા રહેવાનું છે (આગળ ચાર આંગળ, પાછળ બે આંગળ).
શરીરનું હલનચલન બંધ કરવાનું. શરીર-ભૂમિ અને ચિત્તનું પ્રમાર્જન કરવાનું છે. અંજલિ રચીને (કાયોત્સર્ગ કરવાનો હોય તો બે હાથ નીચે લટકતા રાખવાના છે.) સૌમ્ય ભાવ કરવાનો છે. ચિત્તની વ્યગ્રતા દૂર કરવાની છે. સર્વ વ્યાપાર (પ્રવૃત્તિ)થી નિવૃત્ત થઈને ભિક્ષુ ચતુર્વિશતિ સ્તવનું સ્મરણ કરે. લોગસ્સ કલ્પઃ
લોગસ્સ સૂત્રની દરેક ગાથા અને પ્રત્યેક પદ મંત્રાત્મક છે, એ ગાથાઓનો બીજમંત્રો સાથે વિધિપૂર્વક જાપ કરવામાં આવે તો ભિન્નભિન્ન કાર્યસિદ્ધિ થાય છે. “લોગસ્સ કલ્પ માં આ રીતે સાત મંત્રો આપવામાં આવ્યા છે. ઉદાહરણરૂપે તમને એક મંત્ર સંભળાવું છું:
ॐ ह्रीं श्रीं ऐं लोगस्स उज्जीअगरे धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवि संऽपि केवली मम मनोऽभीष्टं कुरू कुरु स्वाहा ।
– ૧૪ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને પૂર્વદિશા સામે ઊભા રહીને, ૧૦૮ વાર કાયોત્સર્ગમાં જાપ કરવાનો છે. આ મંત્રનો. એનાથી વિવિધ પ્રકારની ફળપ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org