________________
ભાગ ૩
૨૩૫
કોઈ પણ મંત્ર હોય, એના જાપમાં મંત્ર સાથે મનનો અખંડ સંબંધ હોવો અતિ આવશ્યક છે. મનનું શુદ્ધિકરણ અને સ્થિરીકરણ હોવું અનિવાર્ય છે. જે મનુષ્ય મનને શુદ્ધ અને સ્થિર નથી રાખી શકતો, તેને માટે મંત્રજાપ કોઈ વિશેષ મહત્ત્વ ધરાવતો નથી.
ચતુર્વિંશતિ જિનસ્તોત્ર તેમજ પંચ પરમેષ્ઠી યંત્ર :
લોગસ્સ સૂત્રમાં જે રીતે ૨૪ તીર્થંકરોની નામનિર્દેશ સાથે સ્તવના કરવામાં આવી છે, એ રીતે ૨૪ તીર્થંકર અને ૨૫ મા શ્રીસંઘને ગણીને તેમનાં સ્તોત્ર પ્રાચીન મહામુનિવરોએ રચ્યાં છે. અને સ્તોત્રોના આધાર પર યંત્રોની રચના પણ કરી છે. તેમનાં નામ છે - મહાસર્વતોભદ્ર યંત્ર, સર્વતોભદ્ર યંત્ર, અતિભવ્ય યંત્ર..... વગેરે. જે યંત્રના અંકોના ભિન્નભિન્ન પ્રકારથી જોડાણ ક૨વાથી ૭૨ પ્રકારથી ૬૫ નું જોડાણ આવે છે, તેને મહાસર્વતોભદ્ર' યંત્ર કહે છે.
પંચષ્ટિ યંત્ર'ના મહાસર્વતોભદ્ર આદિ પ્રકારોની રચના શ્રી જિનેશ્વર ભગવંતનાં નામરૂપ અંકોમાં ૨૫ મો અંક જોડવાથી થાય છે. આ પચીસમો અંક તીર્થસ્વરૂપ-સંઘસ્વરૂપ સમજવામાં આવે છે.
આ વિષયમાં એક સાવધાની રાખવી જોઈએ. આ વિષયના જે સારા શાતા પુરુષ હોય, એમના સાન્નિધ્યમાં અને એમના માર્ગદર્શનમાં જ મંત્ર-તંત્રની સાધના કરવી જોઈએ.
ઉપસંહાર :
‘શ્રી લોગસ્સ સૂત્ર' કઈ રીતે બોલવું જોઈએ, એ બતાવીને પ્રવચન પૂર્ણ કરું છું. ‘શ્રી મહાનિશીથ સૂત્ર'માં કહ્યું છે :
‘સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ તથા અક્ષર થોડાક પણ ન્યૂન ન હોય એ રીતે પદચ્છેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ જ વિશુદ્ધ રીતે, ભૂલ કર્યા વગર, એકાગ્રતાથી બોલવું જોઈએ.’
‘લોગસ્સ સૂત્ર’ના વિવેચનમાં મતિમંદતાને કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, તો ક્ષમાપ્રાર્થી છું. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org