________________
ભાગ ૩
૧૬૭
મન પ્રાયઃ ધનસંપત્તિમાં અને વિષયોમાં જ ભટકતું રહે છે. એવા લોકો માટે સ્વર્ગનાં દ્વાર બંધ રહે છે.
ધનલોભ સ્વર્ગમાં જવા દેતો નથી :
ઇસુ ખ્રિસ્ત પાસે એક યુવક ગયો. યુવક ધનાઢ્ય હતો. તેણે કહ્યું : “જિસસ, મને એવો માર્ગ બતાવો કે જેથી હું પ્રભુપ્રાપ્તિ કરી શકું. આપ મને સ્વર્ગમાં જવાનો સાચો માર્ગ બતાવવાની કૃપા કરો.'
જિસસે કહ્યું : “મારા ભાઈ, સ્વર્ગપ્રાપ્તિનો માર્ગ તો હું તને બતાવી શકું છું, પરંતુ એ માર્ગ ઉપર તું ચાલી શકીશ ?'
એ યુવકે કહ્યું : ‘મને માર્ગ તો બતાવો.’
જિસસે કહ્યું : ‘ઈશ્વર સાથે પ્રેમ કરવો. વિનમ્ર અને પ્રામાણિક રહેવું. નિરભિમાન, અહિંસા, ત્યાગ વગેરે ગુણ હોવા જોઈએ.’
યુવકે કહ્યું : “ઓહ, આ બધી બાબતો મારાં જીવનમાં છે. હું બાળપણથી જ આ વાતોનું પાલન કરતો રહ્યો છું. હું નીતિથી ધન કમાઉં છું. અભિમાન મારામાં છે જ નહીં. પ્રામાણિક છું અને સૌની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખું છું.'
જિસસે કહ્યું ઃ તો તારો માર્ગ સરળ બની જશે ! હવે એક કામ કરવાનું છે !' ‘એ કયું ?’ ઉત્સુકતાથી યુવકે પૂછ્યું.
‘તું તારી સમગ્ર સંપત્તિનો ત્યાગ કરીને તારું ધન દીન-ગરીબ લોકોને વહેંચી દે. એક પૈસો પણ તારી પાસે રાખવાનો નથી. આ રીતે જો તું સંપત્તિનો ત્યાગ કરે તો તારે માટે સ્વર્ગના દરવાજા ખુલી જશે. ત્યાં તને સુખ મળશે.’ યુવાન મૌન રહ્યો.
જિસસે પૂછ્યું : ‘કેમ ભાઈ ! તું તારી તમામ સંપત્તિ છોડવા તૈયાર છે ?' ‘ના પ્રભુ, સંપત્તિનો ત્યાગ કરવાની મારી શક્તિ નથી.' એ યુવક ચાલ્યો ગયો. શિષ્યોએ જિસસને પૂછ્યું : “પ્રભુ ! એ યુવકને સ્વર્ગ નહીં મળે ?’
‘ના, ધન-દોલતના પ્રલોભનમાં આકંઠ ડૂબેલા મનુષ્યો સ્વર્ગમાં કદી ન જઈ શકે.’ એ યુવાન તો સ્વર્ગમાં નહીં જઈ શકે, તમે લોકો તો મોક્ષમાં જશો ને ? સભામાંથી : પરિગ્રહી માટે નરક છે...... આપ કહો છો ને ?
મહારાજશ્રી : તો પછી પરિગ્રહનો ત્યાગ કરો ને ? જો નરકનો ભય લાગતો હોય, નરકમાં ન જવું હોય, તો પરિગ્રહનો ત્યાગ કરવો જ રહ્યો. પરિગ્રહની ભયાનકતાનો ખ્યાલ મનમાં રહે, એટલા માટે ધાર્મિક અધ્યયન કરવું જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org