________________
૧૬૮
શ્રાવકજીવન જ્યારે વિશિષ્ટ અધ્યયન કરાવનાર ગુરુ મળી જાય, ત્યારે તો હજાર કામ છોડીને અધ્યયન કરી લેવું જોઈએ. સૂત્રોનો સામાન્ય અર્થ, શબ્દાર્થ તો સામાન્ય શિક્ષક પણ સમજાવે છે. સૂત્રોનું રહસ્ય, તાત્પર્યાર્થ, ઐદંપર્યાયાર્થ, વિશિષ્ટ જ્ઞાની પુરુષ જ બતાવી શકે છે. તમન્ના જોઈએ, જિજ્ઞાસા જોઈએ - અધ્યયન કરવાની ! શ્રી પંચમંગલ - મહાશ્રુતસ્કંધ :
આ ગ્રંથમાં કહ્યું છે કે નકારાવિવિ તન એટલા માટે આજે હું શ્રી નમસ્કાર મહામંત્રના અર્થના વિષયમાં જ વિવેચન કરીશ. આ વિવેચન “શ્રી મહાનિશીથસૂત્રના આધારે કરીશ. તમે લોકો એકાગ્ર મનથી અને અપ્રમત્ત ભાવથી સાંભળજો. યાદ રાખવાનો પ્રયાસ પણ કરજો. યાદ રહેશે તો જ ચિંતન કરી શકશો. તમે ચિંતન કરી શકો એટલા માટે તો આ બધી વાતો કહેવાની છે. માત્ર શ્રવણ કરીને કૃતાર્થ બનવાનું નથી !
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને એમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રશ્ન ન કરે છે :
से भयवं ! किमेयस्स अचिन्तचिन्तामणिकप्प-भूयस्स णं पंचमंगल-महासुयकखंधस्य णं सुत्तत्थं पन्नत्तं ? .
હે ભગવન અચિંત્ય, ચિંતામણિરૂપ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્રના અર્થ કેવી રીતે કહેવાયા છે?
ભગવાને કહ્યું : 'હે ગૌતમ! જે પ્રકારે તલમાં તેલ હોય છે, કમળમાં મકરંદ હોય છે, લોકમાં પાંચ અસ્તિકાય હોય છે, એ રીતે સર્વ આગમગ્રંથોમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધ રહેલો છે. આ શ્રુતસ્કંધ યથાર્થ છે. સદ્ગણોના કીર્તનસ્વરૂપ છે અને યથેચ્છ ફળપ્રસાધક તેમજ સ્તુતિવાદરૂપ છે.’ * ગૌતમ સ્વામીએ પૂછ્યું : 'ભગવંત, પરમ સ્તુતિ કોની કરવી જોઈએ?
ભગવાને કહ્યું: “સમગ્ર વિશ્વમાં જે સર્વોત્તમ હોય, તેની પરમ સ્તુતિ કરવી જોઈએ. સકળ વિશ્વમાં જે કોઈ સર્વોત્તમ થઈ ગયા હોય, અને જે કોઈ થશે, તે બધા અરિહંત, સિદ્ધ આદિ જ છે. એમના સિવાય બીજા કોઈ નથી. એ પાંચ આ. પ્રકારે છેઃ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.”
આ પાંચેનો પરમ રહસ્યભૂત અર્થ હવે બતાવું છું. સર્વ પ્રથમ અરિહંત આદિ પાંચેનો સંક્ષિપ્ત અર્થ બતાવીશ, પછીથી વિસ્તારપૂર્વક બતાવીશ.
૧. અરિહંતનો અર્થ : સર્વ પ્રથમ અરિહંતનો અર્થ બતાવું છું. જે પ્રવર ઉત્તમતાઓ માટે યોગ્ય હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org