________________
૨૨૬
શ્રાવકજીવન સર્વત્ર સમાન ન હોય તે સર્વે જીવોનું હિત કેવી રીતે કરી શકે? શ્રી તીર્થંકર ભગવંત રાગ-દ્વેષનો ક્ષય થવાથી સ્વ-પરની ઉપર સમાન ચિત્તવાળા હોય છે. અજ્ઞાનનો ક્ષય થવાથી તેઓ સર્વજ્ઞ હોય છે, એટલા માટે તેઓ પૂજ્ય છે. સજ્જન લોકો સદૈવ એમની પૂજા કરે છે. જે રીતે શીતળ લહેરથી પીડિત જીવોની ઉપર અગ્નિ રાગદ્વેષ વગર કપા કરે છે, – જીવોને અગ્નિ બોલાવતો પણ નથી. પરંતુ જે જીવો અગ્નિનો સહારો લે છે, તેઓ ઈષ્ટ ફળની પ્રાપ્તિ કરે છે. એ રીતે ત્રણે ભુવનના ભાવોને પ્રકાશિત કરનારા તીર્થકર ભગવંતોની ભાવ-ભક્તિથી પૂજા કરે છે તેઓ ઈષ્ટ ફળની પ્રાપ્તિ કરે છે. ભવ-શીતને દૂર કરીને તેઓ મુક્તિ પામે છે !
તાત્પર્ય એ છે કે “તીર્થકર અચિન્તચિંતામણિ સમાન છે. અંતઃકરણની શુદ્ધિથી. યા ભક્તિથી કરેલી તેમની સ્તુતિથી, સ્તુતિકારને અભિલષિત ફળની પ્રાપ્તિ થાય
“ચેત્યવંદન મહાભાષ્યમાં આચાર્યશ્રી શાન્તિસૂરિજીએ કહ્યું છે જેઓ સ્તુતિ કિરવાથી તુષ્ટ - પ્રસન્ન થાય છે તે નિંદા કરવાથી અવશ્ય રુદ - રોષાયમાન બને છે. તેઓ વીતરાગ ન કહેવાય. અને તેમની સ્તુતિ પણ કેવી રીતે કરવી ?" જો વીતરાગ પ્રસન્ન જ ન થતા હોય તો પછી પસીયંતુ’ બોલવાનું પ્રયોજન શું? એ જિજ્ઞાસાનું સમાધાન આ રીતે કરવામાં આવ્યું છે : “ભક્તિપૂર્વક પસીયેતુ' બોલવાથી કમનો ક્ષયોપશમ થાય છે. એનાથી ભવ્ય આત્માઓનું કલ્યાણ થાય છે.”
भत्तिभणिएण इमिणा कम्मक्खय-उवसमभावओ तह वि । भवियाण सुकल्लाणं कसायफलभूय मल्लि य इ ॥६२८॥
શ્રી યોગશાસ્ત્રીની સ્વોપજ્ઞ ટીકામાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી કહે છે “તીર્થકર વીતરાગ હોવાથી, તેમની સ્તુતિ કરવાથી તેઓ તોષ (સંતોષ) ધારણ કરતા નથી, અને તેમની નિંદા કરવાથી તેઓ દ્વેષી બનતા નથી. છતાં પણ જેમ ચિંતામણિ, મંત્ર આદિના આરાધકો ફલપ્રાપ્તિ કરે છે, એ રીતે વીતરાગની સ્તુતિ કરનારાઓ સ્તુતિનું ફળ અને નિંદા કરનાર નિંદાનું ફળ મેળવે છે.'
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ દ્વાત્રિશતુ દ્વાત્રિશિકાની સોળમી ઇશાનુગ્રહ-વિચાર-દ્વાર્નાિશિકા'માં કહ્યું છેઃ
आर्थं व्यापारमाश्रित्य तदाज्ञापालनात्मकम् ।
युज्यते परमीशस्यानुग्रहस्तत्रनीतितः ॥७॥ ભાવાર્થ એ છે કે “અથપત્તિ પણ એક પ્રબલ પ્રમાણ છે. સ્તુતિ-ક્રિયાનું જે ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org