SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવચન : ૬૦) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં દૈનિક કર્તવ્યોનો નિર્દેશ કર્યો છે. દૈનિક કર્તવ્યોનું પ્રતિપાદન કરતા તેમણે એક વિશિષ્ટ કર્તવ્ય પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે. એ કર્તવ્ય છે યોગાભ્યાસઃ ! રાત્રિના સમયે જે સાધુપુરુષોનો યોગ હોય તો એમના સાંનિધ્યમાં નહીંતર પછી છેવટે ઘરે પહોંચીને યોગનો અભ્યાસ કરવાની વાત તેઓ કરે છે. યોગ અને આસન : યોગિક ક્રિયાઓની નિષ્પન્નતા માટે અથવા ચિત્તની સ્થિરતા માટે આસનોનું ખૂબ મહત્ત્વ છે. કારણ કે આસનમાં શરીર બીજી બધી ચેષ્ટાઓથી મુક્ત બનીને, કોઈ એક સ્થિતિમાં કેન્દ્રિત બની જાય છે. માટે આસન, મનને શક્તિશાળી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે! યોગનો આધાર, મન અને શરીર ઉપર વર્ચસ્વ જમાવવા માટે લેવાનો છે. પાતંજલ યોગદર્શન પ્રમાણે સુખપૂર્વક - કોઈપણ જાતની તકલીફ વગર વધારેમાં વધારે સમયપર્યત સ્થિર બનીને બેસવું એ જ ધ્યાન છે. જે આસન સ્થિર અને સુખદ હોય એ જ આસન કરવા જોઈએ. આવા આસનોમાં મુખ્યત્વે પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, પર્યકાસન વગેરે હોય છે. હઠયોગના વિવરણ મુજબ આસનોનું મુખ્ય કાર્ય શરીરને સ્વસ્થ બનાવવું, આળસને દૂર કરવી અને શરીરને પ્રમાણોપેત બનાવવું એ પણ છે. હઠયોગમાં આસનની સાથે સાથે જુદી જુદી મુદ્રાઓનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. બૌદ્ધ યોગસાધનામાં પણ આસનોનું મહત્ત્વ સ્વીકારાયું છે. એમાં પર્યકાસનને સહુથી શ્રેષ્ઠ આસન ગણાવવામાં આવ્યું છે. પર્યકાસનનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે ડાબી જંઘા ઉપર જમણો પગ રાખવો અને જમણી જંઘા ઉપર ડાબો પગ રાખવો. આવું જ વર્ણન પદ્માસનનું મળે છે. બૌદ્ધ યોગસાધનામાં બુદ્ધાસન, સિદ્ધાસન અને વજાસનનું વર્ણન પણ મળે છે. જેન યોગસાધનામાં ચિત્તની સ્થિરતા માટે અમુક જ આસન પ્રયોગમાં લાવવા જોઈએ, આવો કોઈ એકાંગી નિયમ નથી સ્વીકારાયો. બલ્ક ત્યાં તો કહ્યું છે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy