________________
૨૩૨
આપવામાં આવ્યું છે.
ચૈત્યવંદન મહાભાષ્યમાં બીજી વાત છે ! સુવિધિ નામ છે અને પુષ્પદંત’ વિશેષણ છે ! 'સુવિધિ નામં વિસેસળ નીયં
આ રીતે બે નામમાંથી કોઈ એકને વિશેષણ બનાવીને બીજાને વિશેષ્ય બનાવી શકાય.
'શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ સુવિધિનાથ માટે બે નામનો એકસાથે પ્રયોગ કરવામાં આવ્યો છે. સુવિદિસ પુતંતÆ અહો છસીફ
નળા । (સૂત્ર ૮૬)
સભામાંથી : ‘લોગસ્સ સૂત્ર'માં શ્રી તીર્થંકર ભગવંતોનું જ ગુણોત્કીર્તન કેમ ક૨વામાં આવ્યું છે ?
મહારાજશ્રી : શ્રી તીર્થંકર ભગવંત મુખ્યરૂપે કર્મક્ષયનો હેતુ છે. પ્રાપ્તબોધિની વિશુદ્ધિમાં હેતુ છે. ભવાન્તરમાં બોધિલાભ કરાવનારા છે અને પાપયોગની વિરતિના ઉપદેશક હોવાથી ઉપકારી છે.
લોગસ્સ સૂત્રમાં તીર્થંકરોની જ સ્તવના કરવામાં આવી છે.
લોગસ્સ સૂત્ર’નાં ઉપધાન :
સભામાંથી : જે રીતે શ્રી નવકાર મહામંત્રનાં ઉપધાન કરવામાં આવે છે, એ રીતે લોગસ્સ સૂત્રનાં પણ ઉપધાન કરવામાં આવે છે ખરાં ?
મહારાજશ્રી : હા, કોઈ પણ સૂત્રનું અધ્યયન કરતા પહેલાં એ સૂત્રનું અધ્યયન ક૨વાની ગુરુદેવ પાસેથી અનુજ્ઞા મેળવવી જોઈએ ! ગુરુ-આશા વગર સૂત્રનું અધ્યયન કરવાનો આર્હત દર્શનમાં નિષેધ છે. એ અનુજ્ઞા પ્રાપ્ત કરવા માટે કેટલાક દિવસોની વિશેષ તપશ્ચર્યા અને કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ કરવામાં આવે છે, તેને ‘ઉપધાન’ કહેવામાં આવે છે. ‘લોગસ્સ સૂત્ર’ના ઉપધાનના વિષયમાં બતાવ્યું છે કેઃ
-
શ્રાવકજીવન
જ્યારે સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, નક્ષત્ર, યોગ લગ્ન તેમજ ચંદ્રબળ
હોય ત્યારે
- જાતિ, કુલ આદિ આઠ મદોથી મુક્ત થઈને,
- આશંકાઓથી મુક્ત બનીને, - ભક્તિ-બહુમાનની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org