________________
૪૮
શ્રાવકજીવન સાચો નિર્ણય કરવાના છ ઉપાય ઃ
પારિવારિક, સામાજિક અને રાજકીય વ્યવહારોમાં સાચો નિર્ણય મહત્ત્વ ધરાવે છે. એટલા માટે આજે હું તમને છ ઉપાય બતાવી દઉં છું, જે નીચે પ્રમાણે છે :
(૧) પ્રશ્નોની રૂપરેખા બનાવો ઃ એક દ્રષ્ટાંતથી સમજાવું છું. કોઈ ફોટાના વિષયમાં પ્રશ્ન ઊભો થયો કે “આ ફોટો કેવો છે ?” નિર્ણય કરતી વખતે તમારે વિચારવું જોઈએ કે ફોટો કયા ખૂણેથી લેવામાં આવ્યો છે? કોણે લીધો છે ? અને
ક્યાં લીધો છે? વિભિન્ન દ્રષ્ટિકોણથી વિચાર કરવો મહત્ત્વપૂર્ણ છે. બીજો ઉપાય પહેલા ઉપાયનો પૂરક છે.
(૨) પૂરી જાણકારી પ્રાપ્ત કરો: પ્રશ્નોની રૂપરેખા અનુસાર તમારે પૂરી જાણકારી પ્રાપ્ત કરીને જ નિર્ણય કરવો જોઈએ. મામુલી દૈનિક નિર્ણયોમાં બે વાર વિચારવાની જરૂર પડતી નથી. જેમ કે સવારે નાસ્તામાં તીખી સેવ રાખવી કે તીખી બુંદી રાખવી, કોઈ દ્વિદળ રાખવું કે લીલી શાકભાજી રાખવી પડશે. પરંતુ નવું મકાન પસંદ કરવાનું છે, તો પૂરેપૂરો વિચાર કરવો પડશે. પાસેના પાડોશી જોવા પડશે. વિભિન્ન સેવાઓ અને સ્કૂલ વગેરે સુવિધાઓ જોવી પડશે. આ વિસ્તારમાં સ્થાવર સંપત્તિનું મૂલ્ય વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? મકાનની સુરક્ષાની વ્યવસ્થા શું છે ? વગેરે અંતિમ નિર્ણય લેતા પહેલાં આ જાણકારી પૂરેપૂરી મેળવવા પ્રયત્ન કરવો. જે કોઈ ગૂંચવણો આવે તે ઉકેલીને પછી જ આગળ વધો. અન્યથા નિર્ણયમાં ભૂલ થશે. આપણે પ્રાયઃ સહજ રીતે મળેલી સૂચનાઓને આધારે જ નિષ્કર્ષ ઉપર પહોંચવાની ઉતાવળ કરીએ છીએ. અથવા માત્ર તથ્યોને જ નજરઅંદાજ કરીએ છીએ. ત્રીજો ઉપાય છે ?
(૩) વિકલ્પની તપાસ કરોઃ કોઈ પણ સમસ્યાના મોટા ભાગે કેટલાય સંભવિત માર્ગ હોય છે. જેમાંથી કેટલાક તો તત્કાલ સૂઝતા પણ નથી. એ સમયે તમે તમારી કલ્પનાને સ્વતંત્ર રીતે છોડી મૂકો. દ્રષ્ટાંત રૂપે બતાવું. તમારી પાસે ૨૫,000 રૂપિયા હતા. મકાનની મરામતમાં ૨૦,000 રૂ. ખર્ચ થઈ ગયા. ડૉક્ટરની દવાના બિલમાં ૩૦૦૦ રૂા. ખર્ચાઈ ગયા. હવે તમારી પાસે માત્ર ૨૦૦૦ રૂા. જ બચ્યા છે. તમારી પૂર્વયોજના કોઈ દૂરના પર્વતીય પ્રદેશમાં જવાની હતી. હવે આ ર000 રૂ. માં તમે ત્યાં ન જઈ શકો, તો નિરાશ ન થવું. “તેં મકાનની મરામતમાં વધારે ખર્ચ કરી નાખ્યું' એવો આરોપ ન લગાડવો. પંરતુ બીજો વિકલ્પ શોધી કાઢવો. આપણે પાસેના હીલ-સ્ટેશને જઈ આવીએ અથવા આપણા ગામની પાસે જ પિકનિક ઉપર જઈએ........... વગેરે. આ થઈ વિકલ્પની તપાસ. ચોથો ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org