________________
પ્રવચન ઃ ૫૨
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ગ્રંથ ‘ધર્મબિંદુ'ના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યાની વાત બતાવે છે. ગ્રંથકારની દૃષ્ટિ વિશાળ છે. જીવનની એક એક વાતને તેમણે સ્પર્શ કર્યો છે. એક એક વાત ઉપર તેમણે વિશદ માર્ગદર્શન આપ્યું છે. તેમણે આત્મા અને મનને જેવું મહત્ત્વ આપ્યું છે તેવું શરીરને પણ મહત્ત્વ આપ્યું છે. શરીર સર્વ પુરુષાર્થોનું એક અસામાન્ય સાધન છે. એની રક્ષા કરવી એને કર્તવ્ય બનાવ્યું છે. એની કેવી રીતે રક્ષા કરી શકાય, એ વાત કાલે વિસ્તૃત રીતે બતાવી દીધી છે. આજે એક નવી વાત બતાવવી છે. આચાર્યદેવ કહે છે ઃ
તપુત્તાાર્ય-ચિન્તા ।।૭૮)
તેઓ ચિંતા કરવાનું કહે છે. તમે ગૃહસ્થો સામાજિક પ્રાણી છો. સમાજનાં કાર્યોની ચિંતા કરવી પડે છે ગૃહસ્થને.
ગૃહસ્થ પરિવાર સાથે રહે છે, તે પારિવારિક પ્રાણી છે. તેને પારિવારિક કાર્યની ચિંતા કરવી પડે છે.
જો તમે નગરમાં, રાજ્યમાં, દેશમાં અધિકારી પદે હો; તો તમે જવાબદાર માણસ છો. તમારે અનેક કાર્યોની ચિંતા કરવી પડે છે. સંસારમાં તમે નિશ્ચિંત નહીં રહી શકો. આ દુનિયામાં અસંખ્ય વ્યવહાર હોય છે. જે માણસ સારી રીતે વ્યવહાર નભાવે છે તે ઘરમાં, સમાજમાં - સર્વત્ર યશ પ્રાપ્ત કરે છે. જે આળસુ બનીને વ્યવહારોની ઉપેક્ષા કરી બેસે છે, તેને સર્વત્ર અપયશ મળે છે.
સાચો નિર્ણય કેવી રીતે લો છો ? :
વ્યવહા૨માં તરત જ નિર્ણય લેવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. ગૃહસ્થોએ દરરોજ સેંકડો નિર્ણય લેવા પડે છે. ઓહાયો વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક રિચર્ડ પેટી'ના મતાનુસાર એ નિર્ણયો નાના પણ હોઈ શકે છે. જેમ કે ભોજનમાં કયું શાક બનાવવું ? ભીંડા યા કાકડી ? એ રીતે ગંભીર નિર્ણય પણ કરવા પડે છે. છોકરાનાં લગ્ન કોની પુત્રી સાથે કરવાં? એક છોકરી શ્રીમંત ઘરની છે, બીજી મધ્યમ ઘ૨ની’ વગેરે નિર્ણય લેવામાં તમને પરેશાની થતી હશે. પરંતુ એક વાત નક્કી છે કે કોઈ પણ વ્યક્તિ દરેક વખતે સફળ નિર્ણય ન લઈ શકે. વાત એટલી જ છે કે આપણે આપણી ખામીઓને સુધારી શકીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org