________________
૧૭૨
શ્રાવકજીવન
કરવું, એને વાચના કહે છે. વાચના નમસ્કારનું કારણ હોવાથી કહેવાય છે કે વાચનાથી નમસ્કાર ઉત્પન થાય છે.
(૩) લબ્ધિ ઃ ત્રીજું કારણ છે લબ્ધિ. શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થવો તે ‘લબ્ધિ’ કહેવાય છે. શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી નમસ્કાર ઉત્પન્ન થાય છે. આ રીતે પહેલાં ‘ઉત્પત્તિ’ દ્વાર બતાવ્યું, હવે બીજું ‘નિક્ષેપ’ દ્વાર બતાવું છું. ૨. નિક્ષેપ :
નિક્ષેપનો અર્થ છે ન્યાસ. પ્રત્યેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ ચાર અર્થ શબ્દના ચાર વિભાગ કહેવાય છે. એ ચાર વિભાગ એટલે ચાર નિક્ષેપ ! ચાર પ્રકારના ન્યાસ : (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ.
(૧) નામ નમસ્કાર ઃ કોઈ વસ્તુનું નામ ‘નમસ્કાર’ આપ્યું હોય.
(૨) સ્થાપના નમસ્કાર ઃ કોઈ વસ્તુ ૫૨ ‘નમસ્કાર’ લખીને એની સ્થાપના કરવામાં આવે.
(૩) દ્રવ્ય નમસ્કાર ઃ કોઈ ભાવરહિત નમસ્કાર કરતો હોય, અથવા ભાવ નમસ્કારની પૂર્વ અવસ્થા અને ઉત્તર અવસ્થા દ્રવ્ય નમસ્કાર છે.
(૪) ભાવ નમસ્કાર ઃ સમ્યક્ દૃષ્ટિ જીવ ઉપયોગ સાથે અરિહંત આદિ પરમેષ્ઠીઓને જે નમસ્કાર કરે છે તે ભાવ નમસ્કાર છે.
૩ ૫૪ઃ
જેના દ્વારા અર્થબોધ થાય છે તેને ‘પદ’ કહે છે. પદના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે ઃ (૧) નામિક, (૨) નૈપાતિક, (૩) ઔપસર્ગિક, (૪) આખ્યાતિક અને (૫) મિશ્ર.
(૧) નામિક પદ : સંજ્ઞાવાચક પ્રત્યયોથી સિદ્ધ થનારા શબ્દોને ‘નામિક' પદ કહે છે - જેમ કે અશ્વ, ઘટ વગેરે.
(૨) નૈપાતિક પદ : અવ્યયવાચી શબ્દ - જેમ કે ‘ખલુ’, ‘નનુ’ વગેરે.
(૩) ઔપર્ગિક પદ : ઉપસર્ગવાચી પદ - જેમ કે પિર,' પરા’ વગેરે. (૪) આખ્યાતિક પદ : ક્રિયાવાચક ધાતુઓથી નિષ્પન્ન શબ્દ - જેમ કે પચતિ’, ‘ધાવતિ’ વગેરે.
(૫) મિશ્ર પદ - કૃદંત તથા તદ્ધિત પ્રત્યયોથી નિષ્પન્ન શબ્દ - જેમ કે સંયત’, ‘નાયક’, પાવક’ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org