________________
૧૧૯
ભાગ ૩
આ પ્રમાણે પિંડસ્થ ધ્યાનમાં યોગી પુરુષો ક્રમશઃ મનને સ્થિર કરતા જાય છે અને ધીરે ધીરે શુક્લધ્યાનમાં પ્રવેશવાની સ્થિતિમાં પહોંચી જાય છે. બીજું આલંબન એટલે ધ્યાન કે પદસ્થ ધ્યાન. પદસ્થ ધ્યાન :
પોતાની રુચિ અને અભ્યાસ મુજબ પવિત્ર મંત્રાક્ષર પદોનું આલંબન લઈને જે ધ્યાન કરવામાં આવે છે, એ છે પદસ્થ ધ્યાન. પદસ્થ ધ્યાનનો અર્થ જ થાય છે કે પદો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.
આ ધ્યાનનું મુખ્ય આલંબન છે શબ્દ. શબ્દની ઉત્પત્તિ સ્વર અને વ્યંજનથી થતી હોય છે. એટલા માટે આ ધ્યાનને વમતુનું ધ્યાન પણ કહેવાય છે. શ્રી શુભચન્દ્રાચાર્યજીએ પોતાના નાનં ગ્રંથમાં વર્ણવ્યું છે :
___ ध्यायेद् अनादि सिद्धांत प्रसिद्धां वर्णमातृकाम् ।
निःशेष शब्दविन्यास जन्मभूमि जगन्नताम् ।। શરીરમાં ત્રણ કમળોની કલ્પના કરો ઃ (૧) નાભિકમળ, (૨) હૃદયકમળ અને (૩) મુખકમળ.
(૧) નાભિમાં સોળ પાંદડીઓવાળા કમળની સ્થાપના કરજો. સોળ પાંદડીઓ ઉપર વગેરે ૧૬ સ્વરોની સ્થાપના કરીને એ સ્વરોનું ધ્યાન કરવાનું છે. -
(૨) હૃદયમાં ૨૪ પાંદડીઓવાળું કમળ કલ્પવાનું છે. કર્ણિકામાં ૧ અને ૨૪ પાંદડીઓમાં બાકીના ૨૪ વ્યંજન (ખ, ગ, ઘ) વગેરે મૂકવાના છે. પછી એ ૨૫ વ્યંજનોનું ધ્યાન કરવાનું છે.
(૩) મુખમાં અષ્ટદળકમળની સ્થાપના કરી. આઠ પાંદડામાં ક્રમશઃ ય ર ' ૪ વ શ ષ સ હું આ આઠ વણની સ્થાપના કરો અને એનું ધ્યાન ધરો. એ પાંદડાંઓ જાણે ફરી રહ્યા હોય, પ્રદક્ષિણા ફરતા હોય એ રીતે ધ્યાન કરવાનું છે. પરં વUrfષ્ટ ધ્યાયે સંવરનું પ્રક્ષUT I આવી રીતે ધ્યાન કરવાથી મન સ્થિર બને છે. તમે લોકો આ ધ્યાન કરશો ને? કરજો....ખૂબ આનંદ અને પ્રસન્નતા પેદા થશે ભીતરમાં !
આ ધ્યાનનો પ્રભાવ તમને ખબર છે? નિરંતર આ ધ્યાન કરવાવાળો યોગી સંપૂર્ણ શ્રુતનો જ્ઞાતા બની જાય છે. એના તમામ ભ્રમોનું નિરસન થાય છે. શ્રુતજ્ઞાની બનીને એ મોક્ષમાર્ગનો અધિકારી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org