________________
૧૧૮
શ્રાવકજીવન
પાંખડીમાં ક્રમશઃ આઠ કર્મોની કલ્પના કરો. નાભિકમળમાંથી પ્રબળ અગ્નિ ઉપર ઊઠે છે, એવું ચિંતન કરો. આ અગ્નિ જાણે આઠે કર્મોને અને શરીરને પણ બાળી નાખે છે. શરીર અને કર્મ બળી રહ્યા છે, એની કલ્પનાના આલોકમાં વિહરીને છેવટે એ અગ્નિ શાંત થઈ રહ્યો છે, ધીરે ધીરે બુઝાઈ રહ્યો છે એવું ચિંતન કરો.
ત્રીજી છે મારુતિ ધારણા
તમારે આ ધારણા વખતે ચિંતન કરવાનું છે કે સમસ્ત લોકમાં પ્રચંડ વાયુ વહી રહ્યો છે. દેહ અને કર્મોવાળા કમળો બાઝી ગયા પછી બચેલી રાખને આ તોફાની વાયરો ઉડાવીને દૂર દૂર લઈ જાય છે.
ચોથી છે વારુણી ધારણા રૂ
આ ધારણામાં તમારે કલ્પના કરવાની છે ઃ વાદળોના કાફલા ભીતરના આકાશમાં ચઢી આવ્યા છે અને એ વાદળો અમૃતને વરસાવી રહ્યા છે. પેલો પ્રચંડ વાયુ આત્મા પર વળેલી દેહ અને કર્મોની રાખને ઉડાવી ગયો છે અને હવે આ અમૃતવર્ષાના સ્પર્શથી આત્મા ધોવાઈ જાય છે. સ્નાનશુદ્ધ બની જાય છે. અમૃતવર્ષનું અનુચિંતન એ જ વારુણી ધારણા છે.
પાંચમી છે તત્ત્વવતી ધારણા ઃ
આ ધારણામાં તમારે એવું ચિંતન કરવાનું છે કે સાત ધાતુઓથી રહિત ચંદ્ર જેવા ઉજ્વલ અને સર્વજ્ઞની જેમ શુદ્ધ તમે સ્વયં એક શુદ્ધ આત્મા છો. ‘હું નિરાકાર છું. હું નિરંજન છું. હું સિદ્ધ છું. હું બુદ્ધ છું, હું શુદ્ધ છું. હું અનામી અને અરૂપી છું.’ આવું ચિંતન કર્યા જ કરવાનું છે.
પિંડસ્થ ધ્યાનનો પ્રભાવ ઃ
આ રીતે પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓ છે. આ ધ્યાનનો અભ્યાસ કરવાથી ધ્યાન કરનારા ધ્યાતાને દુષ્ટ મંત્ર, માયા કે શક્તિપ્રયોગ, જાદુ, સ્તંભન વગેરે સતાવી શકતા નથી. દુષ્ટ અને હિંસક પ્રાણીઓ પણ એનું કંઈ જ બગાડી શકતા નથી. પહેલી ધારણાથી મન સ્થિર બને છે.
બીજી ધારણાથી મનને વશ કરવામાં આવે છે.
ત્રીજી ધારણાથી શરીર અને કર્મને અલગ અલગ જોઈ-જાણી શકાય છે. ચોથી ધારણાથી કર્મોના નાશ થવાની પ્રક્રિયાને જોઈ શકાય છે. પાંચમી ધારણાથી શરીર અને કર્મોથી રહિત શુદ્ધ આત્માનું ચિંતન કરી શકાય છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org