________________
૧૫૨
શ્રાવકજીવન
જીવોને કષ્ટ પહોંચાડવાના ઉપાયો વિચાર્યા કરે છે. આનાથી એ પોતે પણ પીડાય છે. ઐહિક-પારલૌકિક ભયોથી એ આતંકિત રહે છે. અનુકંપાથી રહિત બની જાય છે. લાજ-શ૨મ વગ૨નો થઈને ‘આવશ્યક સૂત્રમાં આ વાતો જાણવા મળે છે. હવે ધર્મધ્યાન અંગે પણ સંક્ષેપમાં થોડી વાતો કરી લઈએ.
ધર્મધ્યાનઃ
ધર્મધ્યાન શુભ ધ્યાન છે. કારણ કે આ ધ્યાનથી જીવાત્માના રાગદ્વેષ મંદ પડે છે. જીવ આત્મચિંતન તરફ પ્રવૃત્ત થાય છે.‘સ્થાનાંગ સૂત્ર' માં આ ધ્યાનને શ્રુત અને ચારિત્રધર્મથી યુક્ત કહેવામાં આવ્યું છે. ધર્મધ્યાન કરવા માટે અધિકારી એ લોકો હોય છે કે જેઓ ક્ષમા વગેરે દશ ધર્મોનું પાલન કરે છે, ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થયેલા હોય છે. જીવદયામાં જેઓ પ્રવૃત્ત હોય છે.
એક ધર્મગ્રંથમાં કહેવાયું છે કે ‘શાસ્ત્રવચનોના અર્થોનું, વ્રતોનું, સમિતિ અને ગુપ્તિનું, ભાવનાઓનું ચિંતન કરવું એ ધર્મધ્યાન છે.’
યોગીએ ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ ક૨વાવાળી યથાવસ્થિત વસ્તુનું આલંબન લેતા લેતા એકાગ્રચિત્ત બનીને ધ્યાન કરવું જોઈએ. નિર્વિઘ્ન ધ્યાન, દેશકાળ અને પરિસ્થિતિ મુજબ સંપાદિત થાય છે. આ ધ્યાન માટે ધ્યાતામાં જ્ઞાનદર્શન અને ચારિત્ર તથા વૈરાગ્ય હોવા જરૂરી છે. આનાથી મન સહજરૂપે સ્થિર થઈ શકે છે. કર્મોના પ્રવાહને અવરોધી શકાય છે અને આત્મા વીતરાગતા તરફ ગતિશીલ બને છે.
‘જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ઃ
चतस्रो भावना धन्याः पुराणपुरुषाश्रिताः । मैत्र्यादयश्चिरं चित्ते विधेया धर्मसिद्धये ॥
ધર્મધ્યાનની સિદ્ધિ માટે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ્ય ભાવનાઓનું ચિંતન કરવું જોઈએ.
ધર્મધ્યાન ક્યાં અને કેવી રીતે કરશો ? :
ધ્યાનવિષયક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ધ્યાતાએ એવી જગ્યાએ ધ્યાન કરવાનું ટાળવું જોઈએ કે જ્યાં સ્ત્રી, પશુ અને ક્ષુદ્ર પ્રાણીઓ વગેરે રહેતા હોય. બની શકે તો એવા નિર્જન સ્થાનમાં કે વનપ્રદેશમાં જતા રહેવું જોઈએ, જ્યાં કોઈ પણ જાતની ખલેલ કે બાધાની સંભાવના ના હોય ! એ કોઈ પણ જગ્યાએ દિવસે
આ ચાર
રાત્રે ગમે ત્યારે ધ્યાન માટે બેસી જાય. ધ્યાન કરવા માટે આસનની પસંદગી સુખદાયક અને સ્વસ્થતાપ્રદ હોવી જરૂરી છે. બેસીને, ઊભા રહીને કે લાંબા થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org