SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રાવકજીવન એનાથી અતિરિક્ત યૌન રોગોમાં લપેટાઈ જવાનો ભય પણ હોય છે. એનું પરિણામ સ્ત્રીઓમાં તો વંધ્યત્વ સુધીનું આવી શકે છે. ચિકિત્સકોએ, મનોવિજ્ઞાનીઓએ અને શિક્ષણશાસ્ત્રીઓએ સેક્સજાતીયતામાં પ્રવૃત્ત કિશોરોની કેટલીક વિશેષતાઓનું સંકલન કર્યું છે. અધિકાંશ કિશોર સેક્સથી અજાણ હોય છે. ૧૩ વર્ષની છોકરીએ કહ્યું ઃ પાડોશના ૧૬ વર્ષના છોકરા સાથેના સંસર્ગથી હું ગર્ભવતી બની છું. મને ખબર ન હતી કે એક વાર પણ આવું કરવાથી, આટલી નાની ઉંમરે પણ હું ગર્ભવતી બની જઈશ. સાનફ્રાંસિસ્કોમાં કેન્સર ચિકિત્સા કેન્દ્રમાં કિશોર વિભાગના પ્રમુખ ‘ચાર્લ્સ દિબેલ્સમેને' કહ્યું છે ઃ કિશોર અને કિશોરીઓ પોતાની શારીરિક સંરચનાથી અજાણ હોય છે અને તેઓ પોતાના અભિભાવકો સાથે વાત કરતાં ડરે છે. કેટલીક અનુભવી વ્યક્તિઓ કહે છે ઃ આ કિશોર છોકરા-છોકરીઓ સેક્સ સંબંધમાં તેમના કરતાં પણ વધારે જાણે છે. જેટલી તેમને તેમની યુવાનવયમાં પણ ખબર ન હતી. સેક્સી-વાસનાવાળા કિશોર સેક્સીમિત્રો સાથે એકલા ફરે છે. તેઓ માત્ર કિશોરોની પાર્ટીમાં જાય છે, જ્યાં કોઈ પણ મોટો માણસ હોતો નથી. સાથે સાથે શરાબ અને નશીલી દવાઓ પ્રત્યે તેમની લાલચ તેમને ખેંચ્યા કરે છે. સેક્સ પ્રત્યે આકર્ષાયેલી છોકરીઓ પોતાના કરતાં મોટી ઉંમરના છોકરાઓ સાથે ફરવાની અને સમય ગાળવાની ઇચ્છા કરે છે. છોકરીઓ કદી સમાન વયના છોકરાઓ સાથે સંપર્ક રાખવાનું પસંદ કરતી નથી ! સેક્સ તરફ પ્રવૃત્ત છોકરીઓ એવું અનુભવે છે કે લોકો એમને પસંદ કરતા નથી. અધિકાંશ છોકરીઓ પુરુષમિત્ર હોવો એ એમના આત્મસન્માન માટે આવશ્યક માને છે. અને ઘણી છોકરીઓ વિચારે છે કે યૌનસંબંધો દ્વારા જ મૈત્રીનું મૂલ્ય ચૂકવી શકાય છે. એક મોનિકા નામની છોકરી છે. તે કહે છે ઃ સ્કૂલમાં બધાં બાળકો એવી વાત કરતાં હતાં કે જાણે તેઓ સેક્સસંબંધમાં (સ્ત્રીપુરુષના સંભોગના વિષયમાં) બધું જાણે છે ! મને એવું લાગતું હતું કે માત્ર હું જ એવી છોકરી છું કે જે અસ્પષ્ટ છું. પાછળથી મને ખબર પડી કે જે બાળકો હંમેશાં સેક્સ અંગે વાતો કરતાં હતાં તેઓ સેક્સથી અજાણ હતાં ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy