________________
૨૭૦
શ્રાવકજીવન
બેસીને પુષ્પપૂજા કરી, ભોગસામગ્રી અર્પણ કરી, પંચામૃતનો હોમ કર્યો અને ૫૦૦ ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ કર્યો. મંત્રીની પુત્રીનું કષ્ટ કંઈક અંશોમાં દૂર થયું.
પ્રિયંકરને ઘેર કોઈ અજાણ્યો નિર્ધન બ્રાહ્મણ આવ્યો; પ્રિયંકરને આશીર્વાદ આપીને તે બેઠો, પ્રિયંકરે આગમનનું કારણ પૂછ્યું; બ્રાહ્મણે કહ્યું : ‘મેં સાંભળ્યું છે કે આપ પરોપકારી છો. આપ મારું એક કામ કરશો - એ વિશ્વાસથી હું અહીં આવ્યો છું.'
'સિંહલદ્વીપના સિંહલેશ્વર રાજાએ યજ્ઞ કર્યો છે, એ બ્રાહ્મણોને મોટું દાન આપવાનો છે. એટલા માટે હું ત્યાં જઈ રહ્યો છું. પરંતુ મારી આ પત્નીને ક્યાં મૂકીને જાઉં ? મારી આ સ્વરૂપવાન-સુંદર પત્નીને આપની પાસે મૂકવા આવ્યો છું. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી એ અહીં રહેશે, તમે એની પાસે ઘરનાં કાર્યો અવશ્ય કરાવજો, તમે વિશ્વાસપાત્ર છો, એટલા માટે પત્નીને અહીં મૂકીને જાઉં છું.' પ્રિયંકરે કહ્યું : ‘હે બ્રાહ્મણ, તમારા ગોત્રના, જાતિના અનેક લોકો આ નગરમાં છે, એમની પાસે પત્નીને મૂકીને જાઓ.'
બ્રાહ્મણે કહ્યું : ‘કોઈની પાસે મૂકીને જવામાં મારું મન માનતું નથી. ઉત્તમ સ્ત્રી, ઉત્તમને ત્યાં જ રાખવામાં આવે છે.’
પ્રિયંકરે કહ્યું : ‘આ વાતમાં મારું મન માનતું નથી; તમારો અતિ આગ્રહ છે એટલે રાખું છું. તમે તમારું કાર્ય પતાવીને જલદી પાછા ફરજો.’
બ્રાહ્મણે કહ્યું : ‘જે કાશી-નિવાસી હોય, કાશ્યપ ગોત્રનો હોય, જેના પિતાનું નામ કામદેવ હોય, માતાનું નામ કામલદેવી હોય, પુરુષનું નામ કેશવ હોય, હાથમાં ક૨વત હોય, અને કષાય રંગનાં વસ્ત્ર પહેર્યાં હોય એને સ્ત્રી આપી દેજો.' બ્રાહ્મણ ચાલ્યો ગયો.
ત્રણ દિવસ પછી, એ બ્રાહ્મણ જેવાં જ રૂપવાળો, એટલી જ ઉંમરનો, એવા જ રંગવાળો, એ જ નામ અને એવું જ મુખ..... એક બ્રાહ્મણ આવ્યો. તેણે પત્ની માગી; પ્રિયંકરે આપી દીધી.
થોડાક મહિના પછી મોટા હાથી પર બેસીને એ બ્રાહ્મણ આવ્યો અને પત્નીની માગણી કરવા લાગ્યો ! પ્રિયંકરે કહ્યું : ‘તું પહેલાં જ સાત નિશાનીઓ બતાવીને લઈ ગયો છે.... અને હવે કેમ આવ્યો છે પત્ની માગવા ?' બ્રાહ્મણે ઝઘડો કર્યો. પ્રિયંકરે કહ્યું : ‘તું બ્રાહ્મણ નથી, તું કોઈ દેવ યા દાનવ છે.’
બ્રાહ્મણ દેવનાં રૂપમાં પ્રકટ થયો. દેવે કહ્યું : ‘રાજવાટિકામાં મારું સ્થાન છે, હું ત્યાંનો યક્ષ છું.' પ્રિયંકરે પૂછ્યું : “આ મંત્રીપુત્રીએ તારું શું બગાડ્યું હતું ?” દેવે કહ્યું : "આ છોકરી ત્યાં આવી હતી. મારી મૂર્તિ જોઈને એ હસી હતી. હું સત્યવાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org