________________
શ્રાવકજીવન
મારા એક પરિચિત ભાઈએ મને જણાવ્યું કે ‘કાલે રાત્રે રૂમની બારી ખોલવાની વાતને લીધે જ અમે પતિ-પત્ની ખૂબ લડ્યાં. એ બારી ખોલતી અને હું બંધ કરી દેતો; પરંતુ તે ફરી ખોલી દેતી. મને દમ છે, હું ઠંડી સહન કરી શકતો નથી. મેં પત્નીને પૂછ્યું કે તે બારી શા માટે ખુલ્લી રાખવા માગે છે. તેણે કહ્યું કે તેને તાજી હવાનો શોખ છે. એને ગુંગળામણ બિલકુલ સહન થતી ન હતી.
૫૦
આવાં અનેક યુગલો આ દુનિયામાં છે કે જેઓ પોતાને આવી સ્થિતિમાં માને છે - જ્યાં સમજૂતીની, સમાધાનની કોઈ શક્યતા દેખાતી જ ન હોય. તેઓ માત્ર પોતાની વાતને જ તર્કસંગત માને છે અને પોતાના સાથીની વાતને અસંગત માનીને પોતાની વાતને વળગી રહે છે.
પછી ચર્ચા ચાલે છે - બંને જીતવાની કોશિશ કરે છે. કોણ જીતે છે, એ મહત્ત્વનું નથી, પરંતુ મુખ્ય વાત એ છે કે આ તર્કવિતર્કમાં પડીને વાસ્તવિક પ્રશ્ન કદીય હલ થતો નથી. કારણ કે વાદવિવાદમાં એકબીજા પર કટાક્ષ કરતાં અને પોતાના સ્વાર્થને વળગી રહેતાં તમે દુષ્ચક્રમાં ફસાઈ જાઓ છો.
વ્યવહારમાં સમાધાન શોધો :
માની લો કે તમારો સાથી--સ્નેહી ભૂલ કરી બેસે છે, સ્વાર્થી અને જિદ્દી છે. તો તમે ચાર વાતો વિચારો :
(૧) તમે બંને શું ઇચ્છો છો ?
(૨) મતભેદ ક્યાં અને કેમ પેદા થયો છે ?
(૩) શક્ય એવા સમાધાનો ઉપર ખુલ્લા દિલે વિચાર કરો.
(૪) એ સમાધાન સ્વીકારો કે જેમાં બંનેને વધારેમાં વધારે સંતોષ થાય.
મારે તમને પ્રથમ વાત એ કહેવી છે કે તમારા સંવાદની રીત વ્યંગ્યભરી અને ભડકાવનારી ન હોવી જોઈએ. આવી વ્યંગ્યભરી શૈલીમાં તમારાં વાસ્તવિક મંતવ્યો ખોવાઈ જશે.
એક ઉદાહરણ ઉપરથી આ વાત સમજાવું છું.
પત્નીએ પતિને કહ્યું : “શું આજે રાત્રે બહેનને ત્યાં જઈશું ?”
પતિએ કહ્યું : ‘ઠીક છે.......
પત્નીએ કહ્યું : “શું તમે સાચેસાચ જવા માગો છો ?’
પતિએ કહ્યું : (ખીજાઈને) મેં કહ્યું ને.... બરાબર છે.’ પત્નીએ કહ્યું : “જો તમે સાચે જ જવા માગતા ન હો તો ઘરે જ ઠીક છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org