________________
ભાગ ૩
૧ ગાય છે. તમારાં બાળકો એનાથી વધારે પ્રભાવિત થાય છે. ડાં, માછલી વગેરે ખાવા માંડે છે. અંગ્રેજી ભાષાનું જેને જ્ઞાન હોય છે, તેઓ અંગ્રેજીમાં બોલે પણ છે. પરંતુ કોન્વેટિયા ઈગ્લિશ કેવું અશુદ્ધ હોય છે, તે તમે જાણો છો ખરા?
બાળકો સ્કૂલમાંથી આવે ત્યાર પછી તેમની સાથે ભણવાની બાબતમાં અડધો કલાક પણ તમે વાત કરો છો? તમને ચિંતા હોવી જોઈએ કે બાળકોને સારું શિક્ષણ મળે. એટલા માટે બાળકો શું ભણે છે? કેવું ભણે છે? સાથે સાથે તેમની તમામ પ્રવૃત્તિઓની જાણકારી તમને હોવી જોઈએ. એમાં પણ ખાસ કરીને બાળકોના મિત્રોના સંબંધમાં ! તમારાં બાળકોના મિત્રો કોણ કોણ છે? કેવા મિત્રો છે? એની જાણકારી હોવી જોઈએ. કોન્વેન્ટ સ્કૂલોનો મોહ છોડી દેવો જોઈએ.
સભામાંથીઃ આપણી જૈનસ્કૂલો, હાઈસ્કૂલો આ શહેરમાં નથી.
મહારાજશ્રી જૈનસ્કૂલો ન હોય તો તમે શરૂ કરી શકો છો. એ તમારું કામ છે. તમારા બાળકોને સારું શિક્ષણ, સારા સંસ્કાર આપવા હોય, તો તમારી સ્કૂલ પણ હોવી જોઈએ. ખૂબ ઉચ્ચકક્ષાનું શિક્ષણ સ્કૂલમાં આપી શકો છો, પરંતુ આ વિચાર તમને આવ્યો જ નથી. બીજાં કાર્યોમાં લાખો રૂપિયા ખર્ચો છો; માત્ર શિક્ષણના ક્ષેત્રમાં ખર્ચ કરતા નથી. દુર્ભાગ્ય છે આ સમાજનું. જ્યાં સુધી જૈનસમાજની સ્કૂલો ન બને ત્યાં સુધી હિન્દુધર્મની સ્કૂલોમાં અથવા સરકારી સ્કૂલોમાં બાળકોને મોકલો, પરંતુ કોન્વેન્ટ સ્કૂલોમાં નહીં. બીજું છે ધાર્મિક શિક્ષણ.'
જૈનસંઘમાં ધાર્મિક શિક્ષણ આપે તેવી પાઠશાળાઓ હોવી જોઈએ. તેમાં સારા જ્ઞાની અને ચારિત્રશીલ શિક્ષકો રાખવા જોઈએ. બાળકોને એવી શાળામાં એકબે કલાક મોકલવાં જોઈએ.
સભામાંથી બાળકો સ્કૂલમાં જાય છે, ભોજન કરે છે અને ટ્યુશનમાં જાય છે. ત્યાંથી આવીને ટી.વી. જોવા બેસી જાય છે. પાઠશાળામાં ક્યારે જાય
મહારાજશ્રી ટ્યુશન શા માટે રાખો છો? તમે ટ્યુશન લઈને ભણ્યા હતા? ના ને? તો પછી બાળકોને શા માટે ટ્રશન અપાવો છો ? ઘેર ભણાવો. ધાર્મિક પાઠશાળામાં તો બાળકોને જરૂર મોકલતા રહો. જેનસંઘમાં પાઠશાળા હોવી જ જોઈએ. શિક્ષક યા શિક્ષિકાને સારો પગાર મળવો જોઈએ. જેથી તેમના પરિવારનું પાલન કરવામાં તકલીફ ન પડે.
પાઠશાળામાં બાળકોને માત્ર સૂત્રો જ નથી શીખવાતાં, ત્યાં બાળકોને ધાર્મિક વાતાવરણ મળે છે, સારી વાર્તાઓ સાંભળવા મળે છે અને જૈન સંસ્કારો મળે છે. માનો કે ગામમાં પાઠશાળા નથી, તો ધાર્મિક શિક્ષણ આપવાનું કર્તવ્ય માતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org