________________
શ્રાવકજીવન
૧૦૨ હોય છે. તેઓ આરતીમાં નથી આવતાં.
આનું કારણ મને તો અજ્ઞાન જ દેખાય છે. આરતી ઉતારવાની ક્રિયાનું મહત્ત્વ અને પ્રભાવ નથી સમજતાં. સંધ્યાકાલીન આરતી ઉતારતી વખતે મનની અરતિઅશાંતિ દૂર થઈ જાય છે, આ વાત તમે જાણો છો ? હા, આરતી ઉતારનારની અરતિ-ફ્લેશ-સંતાપ દૂર થઈ જાય છે. દેવની આરતીમાં દીવો અને ધૂપ અવશ્ય હોવાં જોઈએ. કપૂરની સુવાસ હોવી જોઈએ.
અશાંતિ દૂર કરવાં અન્ય સ્થળોએ ભટકવાની જરૂર નથી. શાંતિ અને પ્રસન્નતા બજારમાં મળતાં નથી, મંદિરમાં મળે છે. તમે સંધ્યાસમયે મંદિરમાં જાઓ. ત્યાં શાન્તિથી બેસીને પરમાત્માનું ધ્યાન કરો. નૈવેદ્ય સમર્પિત કરો, અક્ષતથી સ્વસ્તિક રચો. જે આવડતું હોય તો નંદ્યાવર્ત - સ્વસ્તિકની રચના કરો. આરતી કરો. મંગલદીપ કરો.
જો તમે સંધ્યાસમયે થોડોક સમય કાઢીને આ રીતે મંદિરમાં જઈને ભક્તિયોગની આરાધના કરશો, તો તમે ઘણુંબધું મેળવી શકશો. સૌથી શ્રેષ્ઠ છે પરમાત્માની કૃપા! તમે પરમાત્માની કૃપાને પાત્ર બનશો! શું ખબર, કયારે તમારી ઉપર પરમાત્માની કૃપા અવતરિત થાય ? તમે ધન્ય બની જશે. જીવનમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિ પામી જશો. વાત તમારા દ્ધયમાં ઊતરવી જોઈએ. સાધુપુરુષોની વિશ્રામણા કરો:
આજે મારે જે સૂત્ર પર વિવેચન - પ્રવચન કરવાનું છે, તે છે સાધુ વિશ્રામણાનું સૂત્ર. સૂત્રની ટીકામાં આચાર્યદિવે લખ્યું છે કે જ્ઞાની, ધ્યાની અને તપસ્વી સાધુની સાથે જો બીજા વિશ્રામક-સેવા કરનારા સાધુ ન હોય તો તમારે ઉચિત સમયે જઈને તેમની સેવા કરવી જોઈએ.
સેવા માત્ર પગ દબાવવાથી નથી થતી. જો સાધુ લાંબું ચાલીને આવ્યા હોય, તો પગ પણ દબાવવા, પરંતુ દરરોજ નહીં. આમ તો સેવા કરવાનું કર્તવ્ય સાધુનું જ હોય છે. સેવા કરવી એ એક કલા છે. શરીરનો શ્રમ દૂર થાય, શરીરમાં સ્ફતિ આવે એ રીતે સેવા કરવી જોઈએ. જો સેવા કરનાર સાધુ હોય તો તમારે સેવા કરવાની નથી. તમારે તો માત્ર ચરણસ્પર્શ જ કરવાનો હોય છે. શરીર અને સંઘયણઃ
૬ પ્રકારના સંઘયણ (સંઘાતનો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યાં છે. એમાં છ સંઘયણ છે – “સેવાત' સંઘયણ. પ્રાકૃત ભાષામાં એને ‘છેવટ્ટા” સંઘયણ કહે છે. આપણા શરીરનું આ “સેવાતી સંઘયણ છે. આ કાળમાં બધા મનુષ્યોનું આ જ સંઘયણ હોય છે. સંઘયણનો સંબંધ શરીરનાં હાડકાં સાથેનાં જોડાણથી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org