________________
ભાગ ૩
૯૭
પણ જાણું છું કે મારા પ્રત્યે મારાં બાળકોની આ ભાવના નષ્ટ થઈ ગઈ, તો એ સ્થિતિ મારે માટે કેટલી દારુણ હશે ?'
માતાપિતા પૂજ્ય કેવી રીતે બને ? :
તમે અમેરિકન લેખક ડેનિસ ગ્રાન્ડીની વાત સાંભળીને ? જો માતાપિતાએ પૂજ્ય બનવું હોય, વંદનીય તેમજ સન્માનનીય બનવું હોય, તો તેમણે સર્વપ્રથમ વ્યસનોથી મુક્ત રહેવું પડશે, જે નીચે મુજબ છે :
૧. શરાબનો ત્યાગ ફરવો પડશે.
૨. જુગાર રમવો બંધ કરવો પડશે.
૩. પિતાએ પરસ્ત્રીનો તેમજ માતાએ પરપુરુષનો ત્યાગ ક૨વો પડશે. ૪. ક્લબોમાં જવું અને ત્યાં નાચવાનું બંધ કરવું પડશે. ૫. માતાપિતાએ પરસ્પર લડવું-ઝઘડવું બંધ કરવું પડશે. ૬. વાણી સૌમ્ય, મધુર અને સંયમી બનાવવી પડશે.
૭. બાળકો સાથે સારો વ્યવહાર કરવો પડશે.
૮. બાળકોની ભૂલો વારંવાર કહેવી નહીં.
૯. બાળકોની આવશ્યકતાઓ પહેલાં પૂર્ણ કરવી.
જો તમારે બાળકોનો આદર, પ્રેમ, સ્નેહ પામવા છે તો ઉપર્યુક્ત નવ વાતોનું પાલન કરવું પડશે. ‘સર્વ વાતોમાં ચડિયાતી વાત બાળકોનો પ્રેમ છે.' આ વાત તમારા મનમાં દૃઢ હોવી જોઈએ. તમારે તમારું વ્યક્તિત્વ મહાન બનાવવું પડશે. અથવા બુરાઈઓનો વધારેમાં વધારે ત્યાગ કરવો પડશે. અને ત્યારે જ તમે બાળકોની દૃષ્ટિમાં પૂજ્ય બની શકશો. બાળકો સાથે સદ્યવહાર કરો :
તમે બાળકોને જન્મ દેવા માત્રથી પૂજ્ય તેમજ વંદનીય નહીં બની શકો. તમારે એમની સાથે સારો વ્યવહાર કરવો પડશે. પ્રથમ વાત તો એ છે કે વાતવાતમાં, નાનીનાની ભૂલોમાં બાળકોને મારો નહીં. તેમને ગાળો ન બોલો. વાતવાતમાં એમની ઉપર ક્રોધ ન કરો.
એક માતા પોતાની એક અવિવાહિત ૧૭ વર્ષની છોકરીને દરરોજ વારંવાર કડવા શબ્દો સંભળાવતી હતી. ક્રોધ કરતી હતી. કોઈ કોઈ વાર મારતી પણ હતી. બે વર્ષ સુધી છોકરીએ સહન કરી લીધું; તેના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. છોકરી ખૂબ પરેશાન થઈ ગઈ હતી. તેથી વધારે સમય ને ઘરની બહાર રહેવા લાગી.
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org