________________
શ્રાવકજીવન
૧૪૬ સૌ પ્રથમ ચિત્તની વિકલતા દૂર કરીને એને સ્થિર કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો
- હવે હું તમને જુદા જુદા ભારતીય દર્શન મુજબ ધ્યાનની અલગ અલગ પરિભાષાઓ બતાવું છું. સાથે સાથે સમાધિની વ્યાખ્યા પણ દર્શાવું છું.
બ્રહ્મબિંદુ ઉપનિષશ્માં કહેવાયું છે કે હૃયમાં મનને ત્યાં સુધી નિરુદ્ધ કરી રાખો કે જ્યાં સુધી એનો નાશ ન થઈ જાય. સમાધિની આવી અવસ્થામાં જ્ઞાતા, જ્ઞાન અને શેયની ત્રિપુટી રહેતી નથી. બધું જ લીન બની જાય છે.
સાંખ્યદર્શન મુજબ ધ્યાને નિર્વિષયં મન કહેવાયું છે. મનનું નિર્વિષય બનવું એ જ ધ્યાન છે.
યોગદર્શન મુજબ આત્મચિંતન કરતા કરતા ઈશ્વરના જ એક પ્રત્યયમાં તલ્લીન બની જવું એ જ ધ્યાન છે. આ ધ્યાનમાં કેવળ આત્મતત્ત્વનો અનુભવ થવો એ જ “સમાધિ' છે.
હઠયોગસંહિતા'માં બતાવવામાં આવ્યું છેઃ પ્રાણાયામ દ્વારા સમાધિની સિદ્ધિ અર્થાત્ વાયુના નિરોધ દ્વારા મનનો નિરોધ થાય છે.
પતંજલિના અનુસાર સમાધિના બે ભેદ છેઃ “સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. - સંપ્રજ્ઞાત સમાધિમાં સમસ્ત ચિત્તવૃત્તિઓનો નિરોધ નથી હોતો, પણ આંશિક નિરોધ હોય છે, જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તવૃત્તિઓનો સંપૂર્ણપણે નિરોધ થઈ જાય છે.
સંપ્રજ્ઞાત સમાધિના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે ૧. વિતકનુગત, ૨. વિચારાનુગત, ૩. આનંદાનુગત, ૪. અસ્મિતાનુગત.
આ સમાધિને “સવિતર્ક સમાધિ' પણ કહેવામાં આવે છે. ચિત્તના સ્થિરીકરણ માટે આ સમાધિમાં ધૂળ વસ્તુઓનું આલંબન-સહારો લેવામાં આવે છે. આ ચારે પ્રકારોનો અભ્યાસ કરતા કરતા ચિત્તવૃત્તિઓના માત્ર સંસ્કાર બચે છે અને વૈરાગ્યના સતત અભ્યાસથી શેષ રહેલા સંસ્કાર પણ નષ્ટ થઈ જાય છે. આ ચારે સંપ્રજ્ઞાત સમાધિને પાર કરીને સાધક-યોગી વિવેકખ્યાતિ પ્રાપ્ત કરે છે. ચિત્તમાં નિરંતર વિવેકખ્યાતિનો પ્રવાહ વહેતો રહેતો હોવાથી યોગી-સાધકના તમામ સંક્લેશો અને કર્મ નષ્ટ થઈ જાય છે. આ પરિપક્વ સ્થિતિને ધર્મમેઘ સમાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org