________________
ભાગ ૩
ગોશાલકે કહ્યું ઃ ‘હું એને માટે યોગ્ય નથી.' સદ્દાલપુત્રે પૂછ્યું : ‘આપ એવું શા માટે કહો છો ?’
ગોશાલકે કહ્યું : ‘ભગવાન મહાવીર મને અર્થોમાં, હેતુઓમાં અને ઉત્તરોમાં નિરુત્તર કરી દેશે.’
૮૯
સદ્દાલપુત્રે કહ્યું : ‘હે દેવાનુપ્રિય, આપ અમારા ધર્માચાર્ય ભગવાન મહાવીરની સ્તુતિ કરો છો, એટલા માટે હું આપને મારી વસતિ, પીઠ, ફલક વગેરે આપું છું. આવો, મારી દુકાનમાંથી જે કંઈ જોઈએ તે લઈ લો.’
આ પછી ગોશાલક સદ્દાલપુત્રને પોતાના પક્ષમાં કરવા માટે આખ્યાનથી, પ્રજ્ઞાપનાથી, સંજ્ઞાપનાથી અને વિજ્ઞાપનાથી ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો. સદ્દાલપુત્રને નિગ્રંથ પ્રવચનમાંથી ચલાયમાન કરવામાં, લુબ્ધ કરવામાં અને વિપણિત કરવામાં સફળ ન થયો ત્યારે પોલાસપુર ત્યજીને અન્ય સ્થળે ચાલ્યો
ગયો.
સદ્દાલપુત્ર ૧૪ વર્ષ સુધી વિવિધ પ્રકારના શીલ વગેરે ધર્મીંગોનું પાલન કરતો રહ્યો. આત્માને ધર્મથી ભાવિત કરતો રહ્યો. પંદરમું વર્ષ ચાલતું હતું. સદ્દાલપુત્ર મહાવીર ભગવાનની અતિ નજીક ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી રહ્યો હતો. મધ્યરાત્રિના સમયે એક દેવે એના ઉપર સર્વ પ્રકારના ઉપસર્ગો કર્યા. સદ્દાલપુત્રના પ્રત્યેક પુત્રના માંસના નવ નવ ટુકડા કર્યાં, માયાજાળ રચી અને સૌથી નાના પુત્રને મારી નાખવાનું દૃશ્ય રચ્યું. પરંતુ સદ્દાલપુત્ર ધર્મધ્યાનમાં નિશ્ચલ રહ્યો.
મૃત્યુ બાદ સદ્દાલપુત્ર દેવલોકમાં ઉત્પન્ન થયા; ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે અને ત્યાંથી મુક્તિ પામશે.
ઉપસંહાર ઃ
પ્રતિદિન સત્પુરુષોની કથા સાંભળવાથી દોષોનો નાશ થાય છે, ગુણોની વૃદ્ધિ થાય છે, પ્રાપ્ત થયેલા ગુણો ચાલ્યા જતા નથી... વગેરે લાભ થાય છે. આ વિષયમાં ‘ધર્મીબંદુ’ના પ્રથમ અધ્યાયનાં પ્રવચનોમાં વિસ્તારથી બતાવ્યું છે, એટલા માટે અહીં હું વિસ્તાર કરવા માગતો નથી. તમે લોકો દ૨૨ોજ સત્પુરુષોની કથાઓ સત્પુરુષોના મુખેથી સાંભળતા રહો એ જ મંગલ કામના.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org