________________
ભાગ ૩
૧૯૧
અક્ષરોની સ્થાપના કરીને ધ્યાન કરવામાં આવે તો ધ્યાતાનું દુઃખ દૂર થાય છે.
૩. મણિપુર ચક્ર : (નાભિમાં)
ત્રીજું છે મણિપુર ચક્ર. આ ચક્ર આઠ પત્રોનું છે. મધ્યમાં 'શ્રી અર્જુભ્યો નમઃ' મંત્રની સ્થાપના કરવી. દિશાઓમાં ‘શ્રી સિદ્ધેભ્યો નમઃ', ‘શ્રી સૂરિભ્યઃ નમઃ’, ‘શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ’, ‘શ્રી સર્વસાધુભ્યો નમઃ’ - આ રીતે ચાર પત્રોમાં ચાર પરમેષ્ઠીના મંત્રોની સ્થાપના કરવી, વિદિશાઓમાં ક્રમશઃ શ્રી દર્શનાય નમઃ, શ્રી . જ્ઞાનાય નમઃ, શ્રી ચારિત્રાય નમઃ, શ્રી તપસે નમઃ - આ રીતે સ્થાપના કરીને ધ્યાન કરવું જોઈએ.
૪. અનાહત ચક્ર ઃ (હૃદયમાં)
ચોથું છે અનાહત ચક્ર. ૧૬ પત્રો છે આ ચક્રના. ૧૬ ચક્રોમાં ષોડશાક્ષરી મહાવિદ્યા રહેલી છે :
'અરિહંત-સિદ્ધ-આયરિય-૩વÇાય-સાદું I'
બીજા ૧૬ પત્રોમાં ૧૬ સ્વરોની સ્થાપના છે અને ત્રીજા પત્રમાં ૧૬ અક્ષરોનાં ચક્રમાં ૧૬ વિદ્યાદેવીઓની સ્થાપના છે. કેન્દ્રમાં શ્રી ગૌતમસ્વામિને નમ:' મંત્રની સ્થાપના છે.
૫. વિશુદ્ધ ચક્ર : (કંઠમાં)
પાંચમું છે વિશુદ્ધ ચક્ર. તેના પ્રથમ ૨૪ ૫ત્ર છે. એ પત્રોમાં ૨૪ તીર્થંકરોની સ્થાપના છે. બીજા ૨૪ ૫ત્રોમાં ૨૪ તીર્થંકરોની ૨૪ માતાઓની સ્થાપના છે. ત્રીજા ૨૪ ૫ત્રોમાં ૨૪ યક્ષોની સ્થાપના છે. ચોથા ૨૪ પત્રોમાં ૨૪ યક્ષિણીઓની સ્થાપના છે અને કણિકામાં ‘અર્જુ નમઃ' રૂપ જિનશક્તિની સ્થાપના છે. આ રીતે વિશુદ્ધ ચક્રનું ધ્યાન કરવું જોઈએ.
૬. લલના ચક્ર : (ઘંટિકા - ગળામાં)
છઠ્ઠું છે લલના ચક્ર. આ ચક્રમાં ૩૨ પત્રો છે. આ પત્રોમાં ‘ક’ થી ‘સ’ સુધીના ૩૨ અક્ષરોની સ્થાપના છે. બીજા પત્રમાં ૩૨ ઇન્દ્રોની સ્થાપના છે. કર્ણિકામાં 'સરસ્વત્યે નમઃ ।'એમંત્રની સ્થાપના છે. આ રીતે આ ચક્રનું ધ્યાન કરવું જોઈએ.
૭. આજ્ઞા ચક્ર : (ભ્રમરમાં)
સાતમું છે આજ્ઞા ચક્ર. તેમાં ત્રણ પત્રો છે. એમાં હૈં, હ્ર, ક્ષ થી યુક્ત ૐ નમ ને તેમજ ધ્રુજારી ની સ્થાપના છે. આ મહાવિઘા સમગ્ર સિદ્ધિઓ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org