________________
પ્રવચન : ૬૪)
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ઉધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકની દિનચર્યા બતાવતાં કહ્યું છેઃ
नमस्कारादि-चिन्तनम् શ્રાવકે શ્રીનમસ્કાર મહામંત્ર આદિ સૂત્રોના વિષયમાં ચિંતન કરવું જોઈએ. અધ્યયન વગર ચિંતન થઈ શકતું નથી. એટલા માટે નમસ્કાર મહામંત્રના વિષયમાં તમને વિશેષ વાતો બતાવી રહ્યો છું. આજે ત્રીજો દિવસ છે. આજે તો અતિ ગંભીર વાતો બતાવવી છે. કુંડલિની – ઉત્થાન
વૈદિક પરંપરામાં કુંડલિનીના ઉત્થાન માટે પચ્ચક્રભેદનની પરંપરા પ્રચલિત છે, પરંતુ આપણી જૈન પરંપરામાં કદાચ કુંડલિની' શબ્દ સાંભળવામાં પણ આવ્યો નહીં હોય ! હું પણ પહેલાં તો એમ જ સમજતો હતો કે જૈન પરંપરામાં કુંડલિની - ઉત્થાન જેવી કોઈ વાત જ નથી ! પરંતુ જ્યારે પ્રાકૃત ભાષામાં રચેલા ૧૨ ગાથાઓનું એક સ્તોત્ર નમસ્કાર સ્વાધ્યાય' નામના સંગ્રહ ગ્રંથમાં વાંચ્યું, ત્યારે ગહન વિચારમાં ડૂબી ગયો !
જૈન પરંપરામાં કુંડલિની - ઉત્થાન માટે ષચક્ર નથી, પરંતુ દશ ચક્ર છે. જ્યારે આ સ્તોત્ર વાંચ્યું ત્યારે ખબર પડી કે આ વિષયમાં બીજું પણ સાહિત્ય હોવું જોઈએ ! જો કે આજ સુધી મળ્યું નથી. જ્યારે મળશે ત્યારે અતિ આનંદ થશે. ધ્યાન સાધનામાં ઉપયોગી બનશે!આજે હું તમને દશ ચક્રોના સંબંધમાં જણાવીશ.
૧. મુલાધાર ચક્રઃ (ગુદા અને લિંગની મધ્યમાં)
પ્રથમ છે મૂલાધાર ચક્ર. આ ચક્રને ચાર પત્ર છે. એ ચાર પત્ર પર ચાર અક્ષરોનો મંત્ર છે : નમ સિદ્ધમ્ |
કર્ણિકામાં પંચ પરમેષ્ઠીના પાંચ અક્ષરોથી નિષ્પન્ન ‘ૐ’ની સ્થાપના કરીને ધ્યાન કરવું જોઈએ. આ ધ્યાન સુખદાયી હોય છે.
૨. સ્વાધિષ્ઠાન ચક્રઃ (લિંગમૂળમાં) બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર. આ ચક્રમાં છ ખૂણાઓ છે. ૬ ખૂણાની આકૃતિવાળું છે. મધ્યભાગથી ‘નમો અરિહંતાણં'ના અક્ષરોનો પ્રારંભ કરીને ૬ ખૂણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org