________________
૯૩
ભાગ ૩
ચૈત્યવંદનામાં બીજી વાત છે સ્તવનાની. ભાવપૂર્ણ સ્તવન, માતૃભાષામાં બોલવાથી ભાવવૃદ્ધિ થાય છે. સારાં સ્તવનોની પસંદગી કરો. જે સ્તવનમાં સારા શબ્દો હોય, સારા ભાવ હોય અને રચના કલાત્મક હોય, એ સારું સ્તવન કહેવાય છે. રચના ઉત્તમ સFરષની હોય તો વધારે સારું. સ્તવન ગાતાં ગાતાં તમારું તન રોમાંચિત થઈ જવું જોઈએ. તમારું મન આનંદથી ગદ્ગદ્ બની જવું જોઈએ. - ચૈત્યવંદન કરતી વખતે તમે પરમાત્માની મૂર્તિની સામે જ જુઓ, બાકીની
ત્રણ દિશાઓમાં જોવાનું નથી. - ચૈત્યવંદનનાં સૂત્રો શુદ્ધ અને સ્પષ્ટ બોલો. - મનને શબ્દ અને અર્થમાં જોડો. – ચૈત્યવંદન કરતી વખતે અપ્રમત્ત ભાવમાં બેસો. - જે સૂત્રના સમયે જે મુદ્રા કરવાની હોય, તે મુદ્રા કરી.
આટલી વાતો લક્ષ્યમાં લઈને જો તમે ચૈત્યવંદના કરશો, તો તમારું ચૈત્યવંદન શ્રેષ્ઠ બનશે. ચૈત્યવંદન ક્યાં કરશો ?
જો તમારા ઘરમાં જિનચૈત્ય હોય તો સર્વપ્રથમ ગૃહચૈત્યમાં ચૈત્યવંદન કરો. ગૃહચૈત્ય ન હોય તો સંઘમંદિરમાં જઈને ચૈત્યવંદન કરો. બંને જગાએ ચેત્ય હોય, તો બંને જગાએ જઈને ચૈત્યવંદન કરો.
સુખી-સંપન શ્રાવકોને ગૃહચૈત્ય રાખવું જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે. ગૃહચૈત્ય હોય, નાની-શી સુંદર મૂર્તિ હોય, તો તમે વિધિપૂર્વક પૂજા કરી શકો છો. ચૈત્યવંદન કરી શકો છો અને પછી “ધ્યાન'માં પણ બેસી શકો છો.
કોઈ વાર માનસિક ચિંતા આવી પડે, કોઈ વાર નાનોમોટો ઉપદ્રવ થઈ જાય, એ સમયે તમે ગૃહચૈત્યમાં જઈને પરમાત્માની સામે બેસીને શાન્તિ પ્રાપ્ત કરી શકો છો. માર્ગદર્શન મેળવી શકો છો. એક અનુભવી શ્રાવકે મને બતાવ્યું હતું કે “મારા જીવનમાં જ્યારે જ્યારે પારિવારિક સંકટો આવ્યાં, વ્યવહારની ગૂંચો ઊભી થઈ, ત્યારે મારા ગૃહમંદિરમાં શાન્તિનાથ ભગવાનની સામે જઈને બેસી જાઉં છું. મને સહજરૂપે માર્ગદર્શન મળી જાય છે અને સંકટમાંથી બહાર નીકળી જાઉં છું. મારી મુશ્કેલી દૂર થઈ જાય છે.”
ગૃહચૈત્ય હોવાથી બાળકો ઉપર સારા સંસ્કારો પડે છે. બાળપણથી તેઓ મંદિરમાં જાય છે. પરમાત્માનાં દર્શન-પૂજન કરવાની આદત પડી જાય છે. ધર્મક્રિયાઓની આદત પડવી એ ખૂબ સારી વાત છે. જ્યારે તમે પૂજા કરો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org