________________
ભાગ
(૩) જેન - કોના દ્વારા નમસ્કાર કરવામાં આવે છે ?
(૪) વવ
નમસ્કાર ક્યાં રહે છે ? એનું અધિક૨ણ શું છે ?
(૫) નિયત નાજું - નમસ્કાર કેટલો સમય રહે છે ?
નમસ્કારના કેટલા પ્રકારો છે ?
-
(૬) હ્રતિવિધ?
હવે સંક્ષેપમાં આ ૬ પ્રકારો સમજાવું છું :
-
પ્રથમ પ્રકાર છે 'મ્િ ?' એટલે કે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે નમસ્કાર મંત્ર શું છે ? તેનું સ્વરૂપ શું છે ? તે જીવ છે કે અજીવ ?
૧૭૫
તાત્પર્ય એ છે કે જીવ જ નમસ્કાર છે ! કારણ કે જીવ જ્ઞાનમય છે અને નમસ્કાર મંત્ર પણ શ્રુતજ્ઞાનમય છે. એટલા માટે કહી શકાય કે પંચ પરમેષ્ઠીવાચક નમસ્કાર મંત્ર જીવ જ છે. હા, નમસ્કાર મંત્રના જે આકૃતિસ્વરૂપ શબ્દો છે તેમને ‘અજીવ’ કહી શકીએ. પરંતુ ભાવ તો જ્ઞાનમય જ છે એટલા માટે જીવસ્વરૂપ છે.
દ્રવ્ય અને ગુણમાં કચિત્ ભેદાભેદાત્મક સંબંધ છે. એટલા માટે નમસ્કાર મંત્ર કથંચિત્ દ્રવ્યાત્મક છે અને કથંચિત્ ગુણાત્મક છે. એ વિષય ઉપર ચિંતન કરશો તો જ સમજી શકશો.
બીજો પ્રકાર છે ‘સ્ય ?' એટલે કે નમસ્કાર કોને ક૨વામાં આવે છે ? આ પ્રશ્ન છે. એ પ્રશ્નનો ઉત્તર સરળ છે ઃ જેને નમસ્કાર કરવામાં આવે છે તે પૂજ્ય હોય છે. પૂજ્યને નમસ્કાર કરવામાં આવે છે. જે નમસ્કાર કરે છે તે પૂજ્યનો પૂજક દાસ હોય છે. જે પૂજ્ય હોય છે તે બે પ્રકારના હોય છે ઃ
૧. જીવ અને ૨. અજીવ. અરિહંત વગેરે જીવરૂપ હોય છે. જિનપ્રતિમા વગેરે અજીવરૂપ હોય છે.
Jain Education International
ત્રીજો પ્રકાર છે જેન ?' પ્રશ્ન છે : નમસ્કાર મંત્રની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે ? તેનો ઉત્તર એટલે કે પ્રરૂપણા આ રીતે બતાવવામાં આવી છે ઃ જ્યાં સુધી આત્મામાં કર્મોનો ક્ષયોપશમ (ક્ષયસહિત ઉપશમ થવો તે ‘ક્ષયોપશમ’ કહેવાય છે.) નથી થતો ત્યાં સુધી નમસ્કાર મહામંત્ર પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. જ્ઞાનાવરણીય તેમજ દર્શનમોહનીય કર્મોના ક્ષયોપશમથી નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય છે કે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની સાથે જ મોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં નમસ્કાર મંત્રની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર મંત્ર શ્રુતજ્ઞાનરૂપ છે અને શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. એટલા માટે મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમની સાથે જ મોહનીય કર્મનો ક્ષયોપશમ થવો જરૂરી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org