________________
૧૭૬
શ્રાવકજીવન મિથ્યાત્વ-મોહનીય કર્મના અભાવમાં જ આત્મસ્વરૂપની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભની સાથે મિથ્યાત્વનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થવો એ નમસ્કાર મંત્રની ઉપલબ્ધિ માટે આવશ્યક છે.
ચોથો પ્રકાર છે વવં ? પ્રશ્ન છેનમસ્કાર ક્યાં રહે છે ? એનો આધાર શું છે? નમસ્કાર મંત્રનો આધાર એક નથી, આઠ આધાર છે. એક સમયે એક જ આધાર બને છે, આઠ આધારોમાંથી! નમસ્કાર મંત્રના આઠ આધાર આ પ્રકારે
૧. જીવ, ૨. અજીવ, ૩. અનેક જીવ, ૪. અનેક અજીવ, ૫. જીવ-અજીવ, ૬. એક જીવ - અનેક અજીવે છે. અનેક જીવ એક અજીવ, ૮. અનેક જીવ - અનેક અજીવ.
પાંચમો પ્રકાર છે વિયેત્ છમ્ ? પ્રશ્ન છે : નમસ્કાર મંત્રની કાર્યમર્યાદા કેટલી છે? ઉપયોગની દ્રષ્ટિથી નમસ્કારની સ્થિતિ અત્તમુહૂર્તની હોય છે. થોડો કે ઘણો અન્તમુહૂર્ત જ હોય છે. ક્ષયોપશમરૂપ લબ્ધિની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કંઈક વધારે હોય છે.
છઠ્ઠો પ્રકાર છે તિવિથમ્ ? પ્રશ્ન છે નમસ્કારના કેટલા પ્રકાર હોય છે? નમસ્કારના મુખ્યત્વે પાંચ પ્રકાર હોય છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચે પદોની પૂર્વે નમ:' પદ જોડાયેલું છે. એટલા માટે નમસ્કાર પાંચ પ્રકારના હોય છે એમ કહી શકાય. નવ પ્રકારે પ્રરૂપણાઃ
છ પ્રકારની પ્રરૂપણા બતાવ્યા બાદ હવે નવ પ્રકારની પ્રરૂપણા બતાવું છું. શ્રી નમસ્કાર મહામંત્રનું ચિંતન કેટલું વ્યાપક થઈ શકે છે - તમે સમજો છો ને?
આ બધી ચિંતનની સામગ્રી છે. નવ પ્રકાર આ રીતે છે : ૧. સપદ, ૨. દ્રવ્યપ્રમાણ, ૩. ક્ષેત્ર, ૪. સ્પર્શના, ૫. કાલ, ૬. અંતર, ૭, ભાગ, ૮. ભાવ, ૯, અલ્પબહુત.
પ્રથમ પ્રકાર છે સત્પદ એટલે કે સત્તાધાર. એમાં એ વિચાર કરવાનો છે કે - નમસ્કારની પ્રાપ્તિ કરેલ જીવો ચારે ગતિમાં અવશ્ય હોય છે. પરંતુ નમસ્કારને પ્રાપ્ત કરતા જીવ ઓછા હોય છે. કોઈ વાર નથી પણ હોતા. જો હોય તો ઓછામાં ઓછા બે યા ત્રણ હોય છે. ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મ ક્ષેત્ર - પલ્યોપમના અસંખ્ય ભાગની પ્રદેશ રાશિ પ્રમાણ હોય છે. “ક્ષેત્રપલ્યોપમ' શબ્દ કદાચ તમે નહીં જાણતા હો. આ કાળનું એક માપ છે - અધ્યયનનો વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org