________________
ભાગ ૩
૧૯૩ ૧. વિશુદ્ધ અનુષ્ઠાનવાળા શ્રી અરિહંત ભગવંતોને હું પ્રણામ કરું છું. સર્વ
અતિશયોથી પરિપૂર્ણ શ્રી અરિહંત મારા માટે મંગલરૂપ થાઓ. શ્રી ઋષભદેવ આદિ સર્વે ર૪ તીર્થંકર - જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. જેઓ વર્તમાન કાળમાં છે, તે વિહરમાન જિનેશ્વરોને પણ હું નમસ્કાર કરું
જે
«
ટૅ
ર
પ.
$
$
ભૂતકાળમાં સર્વ ઉત્સર્પિણીમાં ઉત્પન્ન તેમજ ભવિષ્યમાં થનારા સર્વ અરહંતોને હું વંદન કરું છું. ભરતક્ષેત્રમાં, પશ્ચિમ મહાવિદેહમાં, પૂર્વ મહાવિદેહમાં, ઐરાવતક્ષેત્રમાં, પુષ્કરાઈ દ્વીપમાં તેમજ ધાતકીખંડમાં રહેલા તીર્થકરોને હું વંદન કરું છું. જે આત્માઓ વર્તમાનમાં મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરકગતિમાં રહેલા છે,
એક યા અનેક ભવો પછી તીર્થકર થવાના છે, તેમને હું વંદન કરું છું. ૬. જેઓ તીર્થંકર નામ-ગોત્રનું બંધન કરે છે, બાંધે છે, બાંધી લીધું છે, અથવા
બાંધશે, એ સર્વે જીવોને પણ હું આજે વંદન કરું છું. ભવિષ્યમાં થનાર તીર્થકરોના આત્માઓને - જે વર્તમાન કાળમાં મુનિરૂપ યા ગૃહસ્થરૂપમાં રહેલા છે, અથવા તેમને જ્ઞાનરત્નની પ્રાપ્તિ થઈ ગઈ છે, એ સર્વે આત્માઓને હું ત્રિવિધ વંદન કરું છું. જે તીર્થંકરો હજુ પર્ષદામાં છે અથવા સમવસરણના મધ્યભાગમાં છે, અથવા દેવછંદા’ માં છે, જેઓ પૃથ્વી ઉપર વિચરે છે, જેમણે મદ અને મોહનું છેદન કર્યું છે, જેઓ ધર્મોપદેશ આપે છે, અથવા જેઓ ધમપદેશ નથી આપતા, તે સર્વે તીર્થકરોને હું વંદન કરું છું. શ્યામ વર્ણના, કૃષ્ણ (નીલ) વર્ણના, ગૌર વર્ણની, મુક્તાફળ જેવા શ્વેત વર્ણની - ઉજ્વળ વર્ણની, પા જેવા રક્ત વર્ણની સર્વ તીર્થકરીઓ ને તેમજ
તીર્થકરોને હું ત્રિવિધ વંદન કરું છું. ૧૦. જેમણે રાજ્યનો ત્યાગ કર્યો છે અથવા તો કુમાર અવસ્થામાં જ છે અથવા
જેઓ સ્ત્રીયુક્ત છે, જેઓ સંતાનવાળા છે અથવા સંતાનરહિત છે, તે સર્વે તીર્થકરોને હું વંદન કરું છું. ભવસાગરમાં ડૂબેલા ભવ્ય જીવોને તારવા માટે જેમણે તીર્થપ્રવર્તન કર્યું
એ તીર્થકરોને હું નમસ્કાર કરું છું. ૧૨. લોકગુર જેવા સર્વદર્શી તેમજ સર્વજ્ઞ તીર્થકરોને સમભાવથી પુનઃપુનઃ હું
નમસ્કાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૧૩