________________
૧૯૪
શ્રાવકજીવન ૧૩. ભાવપૂર્વક અરિહંતને કરેલા નમસ્કાર મોક્ષપ્રાપ્તિ કરાવે છે. પ્રત્યેક ભવમાં
બોધિલાભ કરાવે છે. એટલા માટે સર્વ ભાવપૂર્વક હું અરિહંતને નમસ્કાર કરું છું. જેથી સર્વ દુઃખોથી મુક્ત એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેવ-દાનવ, કિન્નર-ગન્ધર્વ તેમજ મુનિવરો જેમનાં ચરણયુગલમાં નમન કરે છે, એવા અરિહંત જયવંત હો ! સંપૂર્ણ, નિર્મળ કેવળજ્ઞાનવાળા જિનેશ્વર
ભગવંતો ! આપનો જય થાઓ. આપને મારા નમસ્કાર ૧૫. હે દેવાધિદેવ, હું દેવ બનું યા નરકમાં જાઉં! મનુષ્યભવ પામ્ યા તિર્યંચ
બનું, મને ‘સમ્યકત્વ આપજો! કે જે સમ્યકત્વ વિશ્વનાં સર્વ સુખોનું મૂળ
૧૪.
જેમાં જ્ઞાન-દર્શન તેમજ ચારિત્રનો પુરુષાર્થ જ શ્રેષ્ઠ છે, એવો મોક્ષમાર્ગ છે, અને જે શાશ્વત્ કલ્યાણ તેમજ શાશ્વત્ સુખનું મૂળ છે, એવો જિનમાર્ગ
સાક્ષાત જયવંત થાઓ. ૧૭. જેવી રીતે રોગીને ચિકિત્સા-ક્રિયાથી વૈદ્ય દુઃખોથી મુક્ત કરે છે, એ જ રીતે
જિનેશ્વર જીવોનાં દુઃખોને ધર્મક્રિયાથી દૂર કરે છે. ૧૮. જે રીતે રાજા ચોર, ડાકુ વગેરેથી પ્રજાની રક્ષા કરે છે, એ જ રીતે જિનેશ્વરદેવ
સર્વ જીવોની કર્મચોરોથી રક્ષા કરે છે. ૧૯. જે રીતે માતા પોતાના દૂધથી બાળકને પુષ્ટ કરે છે, એ રીતે શ્રી જિનેશ્વર
તેમનાં વચનરસાયણોથી સર્વ જીવોને પુષ્ટ કરે છે. ૨૦. જે રીતે ધાવમાતા બચ્ચાની આંખોમાં અંજન કરે છે, એ રીતે તીર્થંકર પણ
ભવ્ય જીવોની આંતરીક્ષમાં અંજનશલાકાથી અંજન કરે છે. ૨૧. હે જિનેશ્વર દેવ ! હું આપને માતા-પિતા, ભ્રાતા, સ્વામી.... ગુરુ અને જીવન
માનું છું. હું આપને મારા પ્રાણોથી પણ અધિક માનું છું. ૨૨. હે જિનેશ્વર દેવ ! ત્રણે લોકમાં આપ જ મારા દયવલ્લભ છો, અન્ય કોઈ
નહીં, એવું મેં જાણી લીધું છે. ૨૩. હે જિનેશ્વરદેવ ! આપ જ સર્વ જીવોના બંધુ છો, સંસાર સમુદ્રમાં નૌકા
સમાન છો, જન્મ-જરા-મૃત્યુથી વિમુક્ત છો.. આપનો જય થાઓ. ૨૪. હે પુરુષ સિંહ! આપ અદ્વિતીય પ્રતાપવાળા છો, મોહનો સર્વથા નાશ
કરનારા છો, યુદ્ધમાં સર્વ કર્મ શત્રુઓને જીતનારા છો. ૨૫. હે સર્વજ્ઞ! સિદ્ધિપુરીમાં જનારા જગતના જીવોના આપ સાર્થવાહ છો. હે
ભગવંત, આપનો જય થાઓ. હે સર્વદર્શી, આપ મારા સર્વત્ર શરણ્ય છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org