________________
૧૫૮
શ્રાવકજીવન
આ ભૂમિકા પર રહેલા જીવ ઉપર મિથ્યાત્વ એટલે કે અજ્ઞાન એટલું ગાઢ રીતે છવાયેલું હોય છે કે એ જ્ઞાનને આવરી લે છે. છતાંય સાધકમાં કેટલાક યોગબીજો (મૂળભૂત યોગ્યતાનાં લક્ષણો) જોવા મળે છે.
(૧) સર્વજ્ઞ પરમાત્માને એ ભાવપૂર્વક નમે છે. (૨) આચાર્ય અને તપસ્વીની યથોચિત સેવા કરે છે. (૩) ઔષધદાન અને શાસ્ત્ર (પુસ્તક) દાન કરે છે. (૪) વૈરાગ્યભાવ એનો સહજ બનતો જાય છે. (પ) દેવપૂજા કરે છે.
(૬) શાસ્ત્રોનું પઠન, પાઠન, શ્રવણ-સ્વાધ્યાય કરે છે. (૭) મૈત્ર્યાદિભાવનાઓનું ચિંતન-મનન કરે છે.
(૮) મોક્ષ માટે સાધનરૂપ સામગ્રીને મેળવે છે.
આ મિત્રા દૃષ્ટિનો બોધ તણખલાના અગ્નિ-પ્રકાશ જેવો હોય છે. ૨. તારા દૃષ્ટિ :
તારા દૃષ્ટિમાં સાધક મનુષ્ય, યોગબીજોની પૂર્ણરૂપેણ તૈયારી કરીને વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અહીં મનુષ્ય શૌચ-સંતોષ વગેરે નિયમોનું સારી પેઠે પાલન કરે છે અને આત્મહિતની પ્રવૃત્તિમાં એને ઉદ્વેગ થતો નથી. એની તાત્ત્વિક જિજ્ઞાસા પણ પ્રગટ થાય છે.
तारायां तु मनाक् स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारंभे जिज्ञासा तत्त्वगोचराः
આ શ્લોક ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથનો છે.
બીજી દૃષ્ટિમાં સત્યનો અવબોધ ગોમય-અગ્નિ - છાણાના અગ્નિ જેવો ક્ષણિક હોય છે. જોકે ગુરુના સત્સંગના પ્રતાપે સાધકની અશુભ પ્રવૃત્તિઓ મંદ પડી જાય છે - બંધ થઈ જાય છે. એને સંસારસંબંધી કોઈ પણ જાતનો ભય સતાવતો નથી. માટે એ ઉચિત પ્રવૃત્તિ અવશ્યપણે કરી શકે છે. અજાણતા પણ અનુચિત વર્તન કરતો નથી.
૫૪૫
એ એટલો સાવધ રહે છે કે પોતાના દ્વારા કરાતા વ્રતપૂજન વગેરે અનુષ્ઠાનોથી-ક્રિયાકલાપોથી અન્યને જરાય તકલીફ ન થાય.
સાધકમાં આ દૃષ્ટિનો ઉઘાડ થાય એટલે વૈરાગ્યની, સંસાર-અસારતાની યોગકથાઓ સાંભળવામાં રુચિ રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org