________________
ભાગ ૩
-
મોટાઓ-વડીલો પ્રત્યે એ આદર રાખે. એમનું માન સાચવે. યોગી-સાધુ-સંન્યાસી વગેરેના પ્રત્યે પ્રેમપૂર્ણ અને સદ્ભાવ-સભર વ્યવહાર રાખે છે.
૧૫૯
આ દૃષ્ટિમાં સાધક, સંસાર અને મોક્ષના વિષયમાં જોકે ઊંડાણથી ચિંતનમનન કે મંથન કરવામાં સક્ષમ નથી હોતો, પણ સર્વજ્ઞભાષિત કથન ઉપર એને શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે.
આ સૃષ્ટિમાં જીવ યોગલાભ પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા - આકાંક્ષા ધરાવવા છતાંય સમ્યગ્દર્શનના અભાવમાં અમુક અકાર્યો પણ કરી બેસે છે. ૩. બલા દૃષ્ટિ :
આ સૃષ્ટિનો ઉઘાડ થતા યોગનું ત્રીજું અંગ ‘આસન’ સિદ્ધ થાય છે. એ માટે કહ્યું છે કે 'સુહાસનસમાયુક્તમ્' અહીં સાધકનું જ્ઞાન, લાકડાના અગ્નિપ્રકાશ જેવું સ્પષ્ટ હોય છે. એનામાં તત્ત્વજ્ઞાનની અભિરુચિ કેળવાય છે. યોગસાધનામાં એને કોઈ પણ જાતનો ઉદ્વેગ થતો નથી.
જેમ કોઈ રૂપાળો નવયુવાન રૂપરૂપના દરિયા જેવી યુવતી સાથે નાચ-ગાનમાં મસ્ત થઈને અત્યંત આનંદ અનુભવે છે. એવી જ રીતે શાંત, સ્થિર યોગી પણ શાસ્ત્ર શ્રવણ કરવામાં, તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉત્સાહિત અને આનંદિત થાય
છે.
આ સૃષ્ટિમાં સાધક વિવિધ આસનોના સહારે, ચારિત્રવિકાસની તમામ ક્રિયાઓને નિરાલસ, અપ્રમત્ત બનીને સંપન્ન કરે છે.
એની બાહ્ય પદાર્થોમાં તૃષ્ણા-આસક્તિ ઓછી થઈ જાય છે અને એ ધર્મક્રિયાઓમાં નિરત બને છે.
ઠીક છે, તત્ત્વજ્ઞાનની વાતો સાંભળવા મળે કે ના મળે, એની ભાવના એટલી નિર્મળ અને પવિત્ર થઈ જાય છે કે એનાં કર્મો ક્ષય પામવા લાગે છે.
શુભ પરિણામના પ્રતાપે એનામાં સમતાભાવનો વિકાસ થાય છે. એ અનાગ્રહી થઈ જાય છે. જીવનનિર્વાહ માટે જે કંઈ સાધન મળે એનો એ સહજભાવે સ્વીકાર કરી લે છે.
આ રીતે આ દૃષ્ટિમાં સાધકની વૃત્તિઓ શાંત થઈ જાય છે. સુખાસનોનાં માધ્યમથી મન સ્થિર થઈ જાય છે. સમતાભાવનો ઉદય થાય છે અને આત્મશુદ્ધિ વધતી ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org