SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૫૭ નાખું ! અથવા હું આત્મહત્યા જ કરી નાખું અથવા બીજા કોઈની પાસેથી પ્રેમ પામવાની શરૂઆત કરી દઉં ! પછીથી મેં એક છોકરા સાથે સંભોગ કરવો શરૂ કરી દીધો. આ મારી હાર હતી. મેં હારીને જ એ પુરુષને મિત્ર બનાવવાનો નિર્ણય કર્યો હતો. આપનું પ્રવચન સાંભળીને મેં સેક્સીસંબંધ તોડી નાખ્યો છે. પરંતુ જે ગંભીર ભૂલ થઈ ગઈ છે તેનું મને શું પ્રાયશ્ચિત મળશે ? હું શુદ્ધ બની શકીશ ? મને માર્ગદર્શન આપવાની કૃપા કરો.' તમે ન તો તમારી છોકરીઓને તાળામાં બંધ કરી શકો, ન તો છોકરાઓને ૧૮ વર્ષના થઈ જતાં સુધી ઘરમાં છુપાવી શકો. વાસ્તવમાં કિશોરો ઉપર અતિશય પ્રતિબંધ મૂકવો તેમને વધુ અધિક વિદ્રોહી બનાવી દે છે. કેટલાંક માતાપિતા પોતાનાં બાળકો ઉપર પ્રતિબંધ મૂકીને તેમની યૌનભાવનાઓને દબાવવાની ચેષ્ટા કરે છે. પરંતુ અધિકાંશ એવી ઘટનાઓ (સેક્સી ઘટનાઓ) માતાપિતા ઘરમાં નથી હોતાં ત્યારે બને છે ! આવા પ્રસંગો રોકવા માટે માતાપિતા પોતાનાં બાળકોને સાફ સાફ કહી દે કે જ્યાં સુધી ઘરમાં કોઈ મોટી વ્યક્તિ હાજર ન હોય ત્યાં સુધી વિજાતીય મિત્રને ઘેર ન બોલાવવો. માતાપિતાએ એ વાત પર પણ જોર આપવું પડશે કે બાળકોની પાર્ટીઓમાં મોટી વ્યક્તિઓ પણ હોય અને શરાબ વગેરેનો ઉપયોગ ન થાય. કિશોરોને સમૂહમાં જ ફરવાની રજા આપો. બાળકો આવા પ્રતિબંધોથી ફરિયાદ કરશે. પરંતુ મોટા ભાગનાં બાળકોનો એવો વિચાર હોય છે કે આ કઠણ પરિસ્થિતિઓમાંથી બચી જવા માટે આવા પ્રતિબંધો સહાયક હોય છે. તમે તમારાં બાળકોને પાસે બેસાડીને કહો ઃ ‘તમારી સામે ઉજ્વળ ભવિષ્ય છે. એવું ભવિષ્ય અપરિપક્વ યૌનસંબંધોથી સરળતાથી નષ્ટ થઈ શકે છે.’ તમારાં બાળકોની વાત ધ્યાનથી સાંભળો. તેમની સારી મહત્ત્વાકાંક્ષાઓને પ્રોત્સાહિત કરો. તેમની સાથે બેસીને તેમના ભવિષ્યની નવી સંભાવનાઓની શોધ કરો. કિશોરોને જાતે જ સમજવા દો કે યુવાવસ્થા તરફ ધીરે ધીરે આગળ વધવાનું છે, સારી દોસ્તી વધારવાની છે. એકબીજાના હાથ પકડવાના છે. ૫૨માર્થપરોપકાર ક૨વાનો છે. વ્યસનોથી બચવાનું છે. પરમાત્મા તરફ ધીમે ધીમે આગળ વધવાનું છે ! કિશોર-કિશોરીઓની આ રીતે ચિંતા કરવી. ક૨શો ને ? સંતાનોના યોગક્ષેમની ચિંતા તમને હોવી જ જોઈએ. આજે બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy