________________
ભાગ ૩
૧૧૧
તેમણે કહ્યું : ‘એક તો જે સામે ઊભી છે તે ઘોડી અને બીજી તમારી પુત્રવધૂ. બંનેને દુઃખી ન કરતા, તેમને સારી રીતે સંભાળજો. આ ગામ છોડતા નહીં. તમે ખૂબ ધનદોલત પ્રાપ્ત ક૨શો. હવે તમે જઈ શકો છો, હું વિશ્રામ કરીશ.’
હું
મેં મુનિરાજની આજ્ઞાનું પાલન કર્યું. ખૂબ જ સુખી છું આજ. ભૌતિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિથી પણ આ ગામ સાધુ-સાધ્વીના વિહારનું ગામ છે. સાધુસાધ્વી મારે ઘેર રોકાય છે. એમની કૃપાથી મારા ઘરમાં શ્રી-સંપત્તિનો વાસ છે. પરિવારમાં શાન્તિ છે, ધર્મભાવના છે અને ઘરમાં કોઈ મોટું પાપ આવ્યું નથી. ચાર છોકરાઓ છે. ચારેય નિર્વ્યસની છે. વિનયી, વિવેકી અને બુદ્ધિશાળી છે. હું તો દ૨૨ોજ એક હજાર નવકાર મંત્ર ગણું છું. બાકીના પરિવારના લોકો રોજના ૧૦૮ નવકાર મંત્ર ગણે છે.' આ હતું સાધુ-વિશ્રામણાનું ફળ !
આજે પણ આવા ભાવુક સેવાભાવી સદગૃહસ્થ ઠેર ઠેર જોવા મળે છે. તેઓ સુખી છે, સંતોષી છે અને નિર્વ્યસની છે. સાધુઓના પરિચયથી એટલું તો થવું જ જોઈએ ને ? તમે લોકો પણ વિવેકથી સાધુ-વિશ્રામણા કરતા રહો એ જ મંગલ
કામના.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org