________________
૧૪૦
શ્રાવકજીવન બધી મિથ્યા વાસનાઓ અવિદ્યાની કલ્પનાઓમાંથી જન્મે છે. અનાદિકાલીન વાસનાઓ ઈષ્ટ-અનિષ્ટની, પ્રિય-અપ્રિયની કલ્પનાઓ કરાવે છે. શબ્દ-રૂપ-રસગંધ અને સ્પર્શના વિષયોમાં મન અને ઈન્દ્રિયો ઈષ્ટાનિષ્ટની કલ્પના કરે છે, પણ સમતાયોગી પોતાના વિવેકથી એ તમામ કલ્પનાઓના જાળાને દૂર કરી દે છે અને ઈષ્ટાનિષ્ટની કલ્પનાથી મુક્ત મન અપૂર્વ સમતાભાવનો અનુભવ કરે છે. સમતાયોગનું ફળ બતાવતા ગ્રંથકાર કહે છેઃ
ऋद्धि-अप्रवर्तनं चैव सूक्ष्मकर्मक्षयस्तथा ।
अपेक्षातंतुविच्छेदः फलमस्याः प्रचक्षते ॥३६४॥ - સમતાયોગીને અનેક ઋદ્ધિઓ, લબ્ધિઓ, શક્તિઓ આવી મળે છે, પણ
યોગી એનો ઉપયોગ કરતા નથી. – જે કેવળજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, યથાખ્યાતચારિત્રાવરણ વગેરે સૂક્ષ્મ
કર્મો હોય છે, એ કર્મો નષ્ટ થઈ જાય છે. - કર્મબંધના હેતુરૂપ છે અપેક્ષાઓ, તે બધી અપેક્ષાઓ નષ્ટ થઈ જાય છે,
શમી જાય છે. પાંચમો છે વૃત્તિ સંક્ષયયોગ : વૃત્તિસંક્ષયયોગની પરિભાષા કરતા ગ્રંથકાર કહે છે કે –
अन्य संयोगवृत्तीनां यो निरोधस्तथा तथा ।। अपुनर्भावस्पेण स तु तत्संक्षयो मतः ॥३६५।। આ વૃત્તિસંક્ષયયોગ માં યોગી નિસ્તરંગ મહોદધિની જેમ થઈ જાય છે. વિકલ્પો અને વૃત્તિઓ સ્વાભાવિક-સહજરૂપે પ્રયત્ન કર્યા વગર જ શાંત બની જાય છે. જે વૃત્તિઓ અન્ય સંયોગથી ઉત્પન્ન થાય છે, એ ક્ષીણ થઈ જાય છે.
વૃત્તિઓના બે પ્રકાર હોય છે? ૧. વિકલ્પરૂપ અને ૨. પરિસ્પંદરૂપ. તથાવિધ મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનાર વિકલ્પરૂપી વૃત્તિઓ હોય છે અને બીજી હોય છે. શરીરના માધ્યમથી પરિસ્પન્દરૂપ વૃત્તિઓ. આ તમામ વૃત્તિઓનો આ યોગથી નિરોધ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org