________________
ભાગ ૩
યોગનું માહાત્મ્ય ઃ
યોગનું માહાત્મ્ય બતાવતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘યોગબિંદુ’ નામના ગ્રંથમાં ફરમાવે છે :
योगः कल्पतरुः श्रेष्ठो योगश्चिन्तामणिः परः योगः प्रधानं धर्माणां योगः सिद्धेः स्वयंग्रहः तथा च जन्मबीजाग्निर्जरसोऽपि जरा परा दुःखानां राजयक्ष्मायं मृत्योर्मृत्युरुदाहृतः ।।૨૮।। कुष्ठीभवन्ति तीक्ष्णानि मन्मथास्त्राणि सर्वथा । योगवर्मावृते चित्ते तपरिछद्रकराण्यपि अक्षरद्वयमप्येतच्छूयमाणं વિધાનતઃ ।
113011
IRII
गीतं पापक्षयायोच्चैर्योगसिद्धैर्महात्मभिः
હવે આ શ્લોકોનો અર્થ બતાઉ છું. ધ્યાનથી સાંભળજો.
(૧) આ યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે, એટલે કે બીજા કલ્પવૃક્ષોથી ચઢિયાતું છે. યોગ ચિંતામણિ છે. એ પણ બીજા ચિંતામણિ રત્નો કરતા વધારે પ્રભાવશાળી છે. યોગ તમામ ધર્મોના અંગોમાં શ્રેષ્ઠ અંગ છે. યોગ સિદ્ધિનો, મુક્તિનો સ્વયંગ્રહ છે. આ શ્લોકમાં ફરીફરી યોગ શબ્દનું ઉપાદાન કરાવ્યું છે તે આ યોગની અતિ આદરણીયતાનો સૂચક છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૧૫
118011
(૨) યોગ, જન્મરૂપી બીજને બાળી નાખવા માટે અગ્નિ છે. પુનર્જન્મ માટે કારણભૂત જે કર્મ હોય છે એ કર્મની શક્તિને આ યોગ બાળી-ઝાળીને ખાખ કરી દે છે. વળી આ યોગ જરા માટે શ્રેષ્ઠ જરા છે. જરા એટલે ઘડપણ-વૃદ્ધાવસ્થા. યોગ સ્વયં જ ઘડપણ માટે ઘડપણ બની જાય છે. અર્થાત્ યોગથી યુવાવસ્થા-યૌવન કાયમ રહે છે. શારીરિક અને માનસિક તમામ દુઃખો માટે યોગ રાજયોગ જેવો હોય છે. તમામ દુઃખોને મટાડનારો છે આ યોગ અને મૃત્યુ માટે પણ મૃત્યુ જેવો છે આ યોગ ! મૃત્યુને નાબૂદ કરવા માટે મૃત્યુરૂપ છે આ યોગ !
(૩) માસક્ષમણ વગેરે તપ કરનારા તપસ્વીઓને પણ જે તપોભ્રષ્ટ કરી દે છે, એવા કામદેવના વિકારોરૂપી તીક્ષ્ણ શસ્ત્ર (શબ્દ, રૂપ-રસ-ગંધ-સ્પર્શ) પણ, જેમણે પોતાના ચિત્તના ઉપર યોગનું કવચ ધારણ કરેલ છે. એમણે અસર કરી શકતું નથી. એમનાં સમક્ષ એ બધાં કામશસ્ત્રો પણ બુઠ્ઠાં બની જાય છે.
(૪) યોગસિદ્ધ મહાત્માઓએ કહ્યું છેઃ ‘યોગ’ એવા બે શબ્દ સાંભળવા માત્રથી,
www.jainelibrary.org