________________
ભાગ ૩
એક બીજા ગામમાં એક ભાઈ જ્યારે અમે જંગલ જવા માટે ઉપાશ્રયમાંથી નીકળતા હોઈએ, ત્યારે આવતા અને કહેતા ઃ મહારાજ સાહેબ, ઊભા રહો ! મારે વંદન કરવાં છે.' આ પણ ખોટો-અનુચિત સમય હતો.
-
એક મહિલા જ્યારે સાધુ ગોચરી લેવા જતા હોય ત્યારે ઉપાશ્રયને દ્વારે સાધુને ઊભા રાખીને વંદના કરતી. કેટલો ખોટો-અયોગ્ય સમય ? પાછળથી એને સમજાવ્યું, બંધ કરાવ્યું ત્યાં વંદન કરવાનું.
૯૫
એક ભાઈ જ્યારે મારે આરામ કરવાનો સમય હોય ત્યારે જ વંદન ક૨વા આવતા. મેં એમને કહ્યું : ‘આ સમયે વંદન કરવા ન આવો.' તો તેમણે આવવાનું જ બંધ કરી દીધું !
એક ભાઈ જ્યારે હું સાધુઓને શાસ્ત્રાધ્યયન કરાવતો હોઉં, એ સમયે જ વંદન ક૨વા આવતા, ત્યારે હું એમની સામે જોતો ન હતો. હું મારા અધ્યાપનમાં વ્યસ્ત હતો. આવા સમયોમાં અમે લોકો ધર્મલાભ’ ના આશીર્વાદ કેવી રીતે આપી શકીએ ? આશીર્વાદ પામવાનો પણ સમય હોય છે. ઉચિત સમયે વંદન કરવાથી આશીર્વાદ મળે છે. વંદનમાં વિવેક હોવો એ અતિ આવશ્યક છે.
એક શ્રીમંત શ્રાવકને આદત હતી. તે હંમેશાં આચાર્યને જ વંદન કરતો હતો. આચાર્યની સાથે રહેનાર સાધુઓને વંદન કરતો ન હતો. એક દિવસ મેં એને કહ્યું ઃ ‘તમે મંદિરમાં પણ મૂળનાયક ભગવાનની જ પૂજા કરતા હશો ? આસપાસના ભગવાનોની પૂજા નહીં કરતા હો ?’
:
તેણે મને પૂછ્યું : “મહારાજ સાહેબ, આપને એ કેવી રીતે ખબર પડી ગઈ ?’
મેં કહ્યું : ‘ઉપાશ્રયમાં તમારો વ્યવહાર જોઈને !' મારી વાત એના સમજવામાં ન આવી. મેં એનું સ્પષ્ટીકરણ કર્યું : “અહીં તમે માત્ર આચાર્યદેવને જ વંદન કરો છો, આ જોઈને મેં અનુમાન કર્યું.’
બીજે દિવસે તે શ્રીમંત માણસે સર્વ સાધુઓને વંદન કરવાનું શરૂ કર્યું. હા, કોઈ વાર ખૂબ જરૂરી કાર્ય હોય, સમય ઘણો ઓછો હોય, ત્યારે તમે માત્ર મોટા મહારાજ સાહેબને વંદન કરીને ચાલ્યા જાઓ તો ચાલી શકે.
કેટલાક લોકો વગર ભક્તિએ, આદર વગર વંદન કરે છે. અવિધિથી પ્રમાદથી વંદન કરે છે. શક્તિ હોવા છતાં પણ ખમાસમણ આપતા નથી. ઘણાં વર્ષોથી આ અવિધિસર વંદન કરવાની એમની આદત હોય છે. આવા લોકો મોટે ભાગે ઉપાશ્રયના ભક્ત હોય છે, જેઓ વધારે સમય ઉપાશ્રયમાં જ રહે છે, ઉપાશ્રયમાં જ સૂએ છે; તેમના હૃદયમાં પ્રાયઃ સાધુઓ પ્રત્યે ભક્તિભાવ હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org