________________
ભાગ ૩
૮૧ સાચી છે. શ્રીકૃષ્ણ નરકમાં ગયા છે અને ત્યાંથી નીકળીને પછી તીર્થંકર થવાના છે. એમ તો “ભગવાન મહાવીર સ્વામી પણ નરકમાં ગયા હતા, એવું અમારા શાસ્ત્રમાં આવે છે ! અને અમે કહીએ છીએ. પાપપુણ્યનાં કર્મનું ફળ તીર્થકરના આત્માએ પણ ભોગવવું પડે છે. ભલે પછી મહાવીર હોય યા કૃષ્ણ હોય.” એ વિદ્વાનોને આનંદ થયો. ચરિત્રશ્રવણના લાભ :
સપુરુષોનાં ચરિત્રોનું શ્રવણ માત્ર મનોરંજન માટે યા તો માત્ર સમય પસાર કરવા માટે નથી. ટીકાકાર આચાર્યદિને એક વિશિષ્ટ પ્રયોજન બતાવ્યું છે ?
न कदाचिद् लब्धगुणहानिः संपद्यते । ઉદાહરણરૂપ તમને બતાવું છું - તમે ક્ષમાગુણ પ્રાપ્ત કર્યો છે. જો તમે નિરંતર ક્ષમાવંત સ્ત્રીપુરુષનાં ઉત્તમ ચરિત્રો સાંભળતા રહેશો, તો તમારો ક્ષમાગુણ દ્રઢ થશે, નષ્ટ નહીં થાય. જો તમે ક્ષમાશીલ સ્ત્રીપુરુષોનાં ચરિત્રો નહીં સાંભળતા હો, તો સંભવ છે કે તમારો ક્ષમાગુણ ચાલ્યો જશે. ગુણ અને દોષ એવાં તત્ત્વો છે કે જે જીવમાં આવે છે અને જાય પણ છે. એટલા માટે તીર્થકર ભગવંતો કહે છે કે “આવેલા ગુણોને જવા ન દો, ગયેલા દોષોને ફરીથી આવવા ન દો.'
જે દોષ તમારા જીવનમાંથી ગયો છે તે દોષ ફરીથી જીવનમાં પ્રવેશી ન જાય, એટલા માટે સાવધાન રહો. ઘરમાંથી સાપ નીકળી ગયો યા કાઢી મૂકવામાં આવ્યો, તે ફરીથી ઘરમાં પ્રવેશી ન જાય, એટલા માટે સાવધાન રહો ને?
એક શ્રીમંત વ્યક્તિ જુગાર રમતો હતો. કુલબમાં જઈને રાતભર જુગાર ખેલતો હતો. એની પત્ની ખૂબ પરેશાન થતી હતી. તેણે અમને વાત કરી. અમે એને સમજાવીને જુગાર રમવાનું વ્યસન છોડાવી દીધું. જ્યાં સુધી અમે એ નગરમાં રહ્યા ત્યાં સુધી તે પ્રતિદિન પ્રવચન સાંભળતો રહ્યો. એના મનમાં જુગાર રમવાની ઇચ્છા પણ ન જાગી. પરંતુ ચાતુમતિ પૂર્ણ થયું, અમે એ ગામમાંથી વિહાર કર્યો. કેટલાક માસ વ્યતીત થઈ ગયા. સમાચાર મળ્યા કે “એ વ્યક્તિએ ફરીથી જુગાર રમવાની શરૂઆત કરી દીધી છે.”
મેં મારા મનથી સમાધાન કર્યું કે જ્યાં સુધી તે પ્રવચન સાંભળતો રહ્યો, ધમોપદેશ સાંભળતો રહ્યો, ત્યાં સુધી તેનામાં જુગારનો દોષ ફરીથી ન આવ્યો, પરંતુ જેવો ધમપદેશ સાંભળવો બંધ થયો, કે એ દોષ જીવનમાં પ્રવેશ પામી ગયો. એટલા માટે પ્રતિદિન ધમપદેશ સાંભળવો જોઈએ. સભામાંથી ધર્મોપદેશ સંભળાવનારા ગુરુદેવનો સંયોગ ન મળતો હોય તો ?
Jain Sucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org