________________
ભાગ ૩
૨૪૩
આ ઉપસર્ગ હરં સ્તોત્રનો ૬ માસ સુધી સ્મરણ કરનાર મનુષ્યને આ દુનિયામાં શાકિની-ડાકિની આદિનું તેમજ રાજાનો ભય પણ રહેતો નથી.
प्रत्यक्षा यत्र नो देवा न मंत्रा न च सिद्धयः । उपसर्गहरस्यास्य प्रभावो दृश्यते હોદ્દા જેમાં દેવો પ્રત્યક્ષ થતા નથી, મંત્રસિદ્ધિઓ પણ પ્રત્યક્ષ થતી નથી; એવા આ કળિકાળમાં આ સ્તોત્રનો પ્રભાવ જોવામાં આવે છે.
प्राप्नोत्यपुत्रः सुतमर्थहीनः,
श्री दायते पत्तिरपीशतीह ।
दुःखी सुखी चाथ भवेन्न किं किं
त्वद् स्पचिन्तामणि વિનનેના
આ સ્તોત્રના સ્મરણથી જે પુત્રરહિત હોય છે, તેને પુત્રપ્રાપ્તિ થાય છે; જે માણસ નિર્ધન હોય છે, તે કુબેરસમાન બને છે. સામાન્ય સૈનિક રાજાની જેમ શાસન કરે છે અને દુઃખી મનુષ્ય સુખી થાય છે. હે સ્તોત્રરાજ ! તારા સમાન ચિંતામણિનું ચિંતન ક૨વાથી શું-શું નથી મળતું ? - બધું જ મળે છે.
एकया गाथयाऽप्यस्य स्तवस्य स्मृतमात्रया शान्तिः स्यात् किं पुनः पंचगाथाप्रमाणकम्
આ સ્તોત્રની માત્ર એક ગાથાનું સ્મરણ ક૨વાથી પણ શાન્તિ થાય છે, તો પછી પાંચ ગાથાના સંપૂર્ણ સ્તોત્રનું સ્મરણ કરવાથી શું ન થાય ? એથી અવશ્ય શાંતિ મળે છે.
उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति ध्यातेऽस्मिन् स्तवपुंगवैः
11
આ સ્તોત્રરાજનું ધ્યાન-સ્મરણ કરવાથી ઉપસર્ગો નષ્ટ થાય છે, વિઘ્નવેલીઓ વિચ્છિન્ન થઈ જાય છે, અને મન પ્રસન્નતા પામે છે.
સભામાંથી : ઉવસગ્ગહરં સ્તોત્ર અમને આવડે છે, બીજાં પણ સ્તોત્રો આવડે છે. મુખપાઠ છે. દરરોજ નવ સ્મરણ બોલીએ છીએ. છતાં પણ કોઈ વિશિષ્ટ પ્રાપ્તિ થતી નથી.
મહારાજશ્રી ઃ મહાનુભાવ ! પ્રભાવશાળી મંત્ર હોય કે સ્તોત્ર હોય, જ્યાં સુધી મનમાં વિકારો હોય છે, ભાવનાઓ અશુદ્ધ હોય છે, અપવિત્રતા હોય છે, ત્યાં સુધી કોઈ વિશિષ્ટ પ્રાપ્તિ થતી નથી. સૌ પ્રથમ તો તન-મન શુદ્ધ બનાવો. શુદ્ધિ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org