________________
•
ભાગ ૩
૭૭
અને વીતરાગ બન્યાનાં ઉદાહરણો શાસ્ત્રોમાં વાંચ્યાં છે. ખૂબ સારો ઉપાય છે ભાવનાનો. આ પ્રકારે ભાવનાઓ છે ઃ
-
-
-
=
સર્વ જીવો સુખી થાઓ.
સર્વ જીવો નીરોગી રહો.
આ રીતે બીજી ચાર ભાવનાઓ છે :
સર્વ જીવો મારા મિત્રો છે.
-
સર્વ જીવોનું કલ્યાણ થાઓ.
કોઈ પણ જીવ પાપ ન કરે.
મારું ચાલે તો સર્વ જીવોનું દુઃખ દૂર કરું.
ગુણવાનો પ્રત્યે મારા હૃદયમાં પ્રેમ છે.
પાપી જીવો પ્રત્યે હું મધ્યસ્થ રહીશ. તેમની પ્રશંસા નહીં કરું, એ રીતે તેમનું ખરાબ પણ નહીં કરું.
આ ભાવનાઓ સિવાય બીજી અલગ બાર ભાવનાઓ પણ છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશ્િચ ભાવના, સંસાર ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, કર્મનિર્જરા ભાવના, લોકસ્વરૂપ ભાવના, બોધિદુર્લભ ભાવના અને ધર્મસ્વાખ્યાત ભાવના. પ્રવચનો દરમિયાન મેં કેટલીય વાર આ ભાવનાઓ સમજાવી છે. તમારે સમય કાઢીને આ ભાવનાઓ ૫૨ ચિંતન-મનન કરવું પડશે. વારંવાર અભ્યાસ એ જ ભાવના છે. આ વિચારોનો અભ્યાસ છે. એક વાર વિચાર કરવાથી ‘ભાવના’ નથી બનતી. પુનઃપુનઃ વિચાર ક૨વાથી ‘ભાવના' બને છે. અનિત્યતા, અશરણતા વગેરે સુવિચારના મુદ્દા છે - ‘ટોપિક્સ’ છે. ખૂબ સારા ‘ટોપિક્સ’ છે. રાત્રિની નીરવ શાંતિમાં, એકાન્તમાં ઓરડામાં બેસીને આ ભાવનાઓનો અભ્યાસ કરો. ચિન્તનમાં ડૂબતા રહો.
સભામાંથી : અમારું ચિન્તન ‘કંચન’ અને ‘કામિની'ની આસપાસ ચાલે છે. મહારાજશ્રી ઃ તમારે આ અશુભ ચિંતનથી મુક્તિ મેળવવી છે ? પ્રથમ તો આ વાત કરો. અશુભ ચિંતનથી જ્યારે તમે બેચેની અનુભવશો ત્યારે શુભ અને शुद्ध ચિંતનની શરૂઆત થશે. તમારો પોતાનો નિર્ણય હોવો જરૂરી છે. હું તો માત્ર નિર્દેશ - દિશાસૂચન કરું છું. વધારેમાં વધારે તો પ્રેરણા આપી શકું, છેવટે કાર્ય તો તમારે જ કરવાનું છે. ભાવના ભાવવાનું આ કાર્ય સરળ છે. એમાં કોઈ ઉપવાસ - આયંબિલ કરવાના નથી.
મનને શુદ્ધ કરવાનો ઉપાય - ભાવના :
મારો તમારી સામે એક પ્રશ્ન છે ઃ શું તમે તમારા મનને શુદ્ધ કરવા માગો છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org