________________
૧૫૦
શ્રાવકજીવન વસ્તુ કે વ્યક્તિના મિલન વગેરેના કારણે થવાવાળું ધ્યાન આર્તધ્યાન કહેવાય છે. અથવા મોહના કારણે સાંસારિક વસ્તુઓમાં રાગભાવ રાખવો એ આર્તધ્યાન છે. રાગભાવના કારણે જે ઉન્મત્તતા-ઉન્માદ ઉછળે છે એનું મૂળ કારણ અજ્ઞાન હોય
સ્થાનાંગ સૂત્રમાં આર્તધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે? (૧) અનિષ્ટ સંયોગથી થનાર આર્તધ્યાન, પહેલો ભેદ છે. અગ્નિ, સર્પ, સિંહ, જલ આદિ અને શરીર, સ્વજન, ધન વગેરે નિમિત્તે મનને જે સંક્લેશ થાય છે, એ અનિષ્ટ સંયોગ આર્તધ્યાન છે.
(૨) ઈષ્ટ વિયોગથી થનાર આર્તધ્યાન બીજા પ્રકારમાં આવે છે. મનને ગમતી વસ્તુઓ, વ્યક્તિ અથર્ ઐશ્વર્ય, સ્ત્રી, મિત્રો, સ્વજનો, પરિવાર વગેરેથી જુદા પડતાં (વિયોગ થતાં) આ આર્તધ્યાન થાય છે. અથવા તો ઇન્દ્રિયોના વિષયોની ક્ષતિ. થવાના કારણે મોહની અસર હેઠળ જે પીડા થાય છે, એ ઈષ્ટ વિયોગ' નામક આર્તધ્યાન હોય છે.
(૩) શૂળ, સિરદર્દ વગેરે રોગોની વેદનાના કારણે ઉત્પન્ન ચિંતાપૂર્ણ વિચારને “રોગચિન્તા આર્તધ્યાનનાં નામે ઓળખવામાં આવે છે.
(૪) ચોથું આર્તધ્યાન છે "ભોગેચ્છા આર્તધ્યાન.” ભોગેચ્છાથી લૌકિક અને પારલૌકિક ભોગ્ય વસ્તુઓનું ચિંતન કર્યા કરવું, એનો સમાવેશ આ આર્તધ્યાનમાં થાય છે.
આ ધ્યાનના કારણે જીવ હંમેશાં ભયભીત, શોકાકુલ, સંશયી-પ્રમાદી, કલહકારી, વિષયી, નિદ્રાળુ-ઉંઘણશી, શિથિલ-સુસ્ત, ખિન્ન અને બેહોશીથી ઘેરાયેલો રહે છે.
એની બુદ્ધિ સ્થિર રહેતી નથી, વિવેકશૂન્ય બની જાય છે અને એ રાગદ્વેષનો શિકાર બનીને સંસારમાં ભટક્યા કરે છે. ધ્યાનશતકમાં કહેવામાં આવ્યું છેઃ
रागो दोसो मोहो य जेण संसार हेयवो भणिया । अट्ठमि य ते तिण्णि वि तो तं संसार तरुबीयं ॥१३॥
રાગદ્વેષ અને મોહને સંસારના હેતુ-કારણ બતાવવામાં આવ્યા છે. આ ત્રણેનો સમાવેશ આર્તધ્યાનમાં થાય છે. એટલા માટે આ રાગાદિને સંસારવૃક્ષનાં બીજ કહેવામાં આવ્યા છે.'
આર્તધ્યાનના કારણે જીવને તિર્યંચગતિ માં જવું પડે છે. આ ધ્યાનમાં જીવની લેશ્યાઓ કૃષ્ણ, નીલ અને કાપોત હોય છે. આ ધ્યાન અશુભ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org