________________
૧૩૦
મનના ચાર પ્રકાર :
‘યોગશાસ્ત્ર’માં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂજીિએ મનના ચાર
પ્રકારો બતાવ્યા છે ઃ
૧. વિક્ષિપ્ત મન,
૨. યાતાયાત મન,
૩. શ્લિષ્ટ મન,
૪. સુલીન મન.
વિક્ષિપ્ત મન એકદમ ચંચળ અને અસ્થિર જેવું હોય છે.
- યાતાયાતમાં મનના સ્વભાવની ચંચળતા થોડી ઓછી થઈ જાય છે. યોગસાધના કરનારાઓએ સહુ પહેલા આ બે પ્રકારના મન ઉપર નિયંત્રણ કરવું બહુ જરૂરી હોય છે. પ્રારંભમાં સાધકની સ્થિતિ મર્કલીલાની જેમ થઈ જાય છે. એ ક્ષણે ક્ષણે એક વિષયથી બીજા વિષયમાં રખડ્યા કરે છે. એનાં પરિણામે એ અનેક કર્મપ્રકૃતિઓ બાંધે છે. ચિત્તની વિકલતા ધતી જાય છે. અલબત્ત, વિક્ષિપ્ત મનની અપેક્ષયા યાતાયાત મનમાં ઇન્દ્રિયો ઈંક શાંત રહે છે. પણ એ શાંતિ અલ્પ સમય માટે જ હોય છે. એટલે ભીતરી, લબા સમયની શાંતિ મેળવવા માટે આ બંને મનને શાંત કરવાનો પ્રયાસ યોગાત્માસ ફરનારા યોગીઓ માટે અનિવાર્ય છે, અતિ આવશ્યક છે.
શ્લિષ્ટ મનની ભૂમિકા, યાતાયાત મન પછી પ્રારંભાય છે. મનોનિરોધના અભ્યાસથી ચિત્તવૃત્તિઓ શાંત-પ્રશાંત બની જાય છે. સાધકને ભીતરમાં પ્રસન્નતાનો, આંતરિક શાંતિનો અનુભવ થાય છે.
શ્રાવકજીવન
-
સુલીન મનમાં આનંદની અનુભૂતિ હોય છે. ચિત્ત એકાગ્ર થઈને આત્મલીન બની જાય છે. ‘સુલીન મતિઃ નિશ્વલ પરમાનન્દમ્' આ મનના અભ્યાસથી સાધકને પરમાનંદની અનુભૂતિ થાય છે. જો પરમાનંદની અનુભૂતિનો અજવાસ મેળવવો હોય, તો મનને સુલીન બનાવવું જ પડશે. યોગમાર્ગમાં યોગસંગ્રહ' કરો ઃ
યોગમાર્ગમાં સાધકે જાતજાતના આચાર-વિચારોનું પાલન સમ્યક્ રીતે કરવું જોઈએ. શ્રાવકોએ અન્નુવ્રત-ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું પાલન કરવું જોઈએ. સાધુઓએ સમિતિ-ગુપ્તિની સાથે મહાવ્રતમય ચારિત્રાચારનું પાલન કરવું જોઈએ. શ્રાવક અને શ્રમણો માટે જુદી જુદી આચારમર્યાદાઓ નિશ્ચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org