________________
ભાગ ૩
૧૨૯ ત્યાં રહેવાની-જમવાની સગવડતા ખૂબ જ ઉમદા હતી ! ત્યાંનું વહીવટીતંત્ર પણ સક્ષમ હતું. એમણે અડધો કલાક સુધી ત્યાંની સગવડતાની રેકર્ડ જ વગાડ્યા કરી! આ કહેવાય અન્યમુદ્ !
સાતમો દોષ છે– રુગુ
મનના રોગ હોવાએ પણ દોષ છે. ક્યારેક કોઈ માનસિક પીડા હોય, ક્યારેક શારીરિક પીડા મનની પડા બની ગઈ હોય! સ્નેહભંગ, સ્વજનભંગ થવાના કારણે પણ મન રોગી બની રહ્યું હોય ! તોયે ધ્યાન નથી કરી શકાતું.
આઠમો દોષ છે - આસંગ : આસંગ એટલે આસક્તિ ! આસક્તિ બે જાતની હોય છે: “વ્યક્તિ આસક્તિ' અને વસ્તુ આસક્તિ.” તમારું મન કોઈ સ્નેહી કે પ્રેમી સ્વજનમાં આસક્ત છે, તો તમે ધ્યાન કરવા માટે યોગ્ય નથી. તન, ધન, મકાન, વસ્ત્ર વગેરે વસ્તુઓમાં જો મન આસક્ત છે, તો પણ તમે ધ્યાન કરવા માટે અયોગ્ય ઠરી શકો છો. અનાસક્ત, આસક્તિવિહીન ચિત્ત જ ધ્યાન કરવા માટે ઉપયુક્ત છે. યોગ માટે મનઃસમાધિ આવશ્યક છે :
યોગસિદ્ધિ માટે મનની સમાધિ અનિવાર્ય હોય છે. યોગાભ્યાસ માટે સૌપ્રથમ તો મનને સંયમી બનાવવું અનિવાર્ય હોય છે. કારણ કે મનના લીધે જ ઈન્દ્રિયો ચંચળ બને છે. ચંચળ બનેલી ઇન્દ્રિયો આત્મજ્ઞાનમાં અવરોધક બને છે અને મોક્ષમાર્ગમાં ભટકાવ પેદા કરે છે. મનની અસ્થિરતાના કારણે જ રાગ-દ્વેષ-મોહ વગેરે ભાવોની વૃદ્ધિ થાય છે અને કર્મો તો બંધાય છે જ.
એટલા માટે ચંચળ મનને સ્થિર કરવું એ યોગની પહેલી શરત છે. મનની સમાધિ, યોગનો મુખ્ય હેતુ છે અને તપશ્ચર્યાનું નિદાન છે. મનને સ્થિર કરવા માટે બાહ્ય-આત્યંતર તપ પણ આવશ્યક છે. તપશ્ચયને મોક્ષસુખનું મૂળ કારણ કહેવામાં આવ્યું છે. આ વાત “અધ્યાત્મ કલ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહેવામાં આવી
'योगस्य हेतुर्मनः सः समाधिः, परं निदानं तपश्यश्च योगः । तपश्य मूलं शिवशर्म मनः, समाधिं भज तत्कथंचित् ॥
મન સમાધિયોગનું પ્રમુખ કારણ છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ મનશુદ્ધિના વિષયમાં ઘણીબધી વિશદ સમજણ આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org