________________
૧૩
ભાગ ૩
શું આ ત્રણે વાતો તમારા લોકોના જીવનમાં સંભવિત છે? તમારા લોકોની તો દિનચર્યા જ બદલાઈ ગઈ છે. વ્યવસાયનો સમય બદલાઈ ગયો છે. વર્તમાનકાળની સમસ્યાઓ :
આ ત્રણે વાતો ત્યારે જ સંભવિત થઈ શકે, જ્યારે જિનમંદિર પાસે જ હોય અથવા તમારા ઘરમાં જ મંદિર હોય. જો તમારી આસપાસ જ ઉપાશ્રય હોય અને ત્યાં સાધુ-મુનિરાજોનું આવાગમન રહેતું હોય. જો તમારી આજુબાજુ એવા સાધર્મિક વસતા હોય કે જે આવીને તમારાં ઘરનું ભોજન ગ્રહણ કરનારા હોય. મહત્ત્વની વાત તો એ છે કે ભોજનના સમયે તમે નિવૃત્ત હો, એટલો સમય તમારી પાસે હોય કે તમે આ ત્રણેય કામો કરી શકો. આ ત્રણ કામ કરવાની ભાવના પણ હોવી જોઈએ ને?
તમારી ભાવના હોવી જોઈએ. સાથે તમારી શ્રીમતીજીની પણ ભાવના હોવી જોઈએ. દરરોજ સાધુને ભિક્ષા આપવી અને સાધર્મિકને ભોજન કરાવવું એ સુપાત્રદાનની ઉત્કૃષ્ટ ભાવના વગર સંભવ નથી.
- જે મહાનુભાવો મંદિરથી દૂર રહે છે, પાસે મંદિર નથી હોતું, તેમને માટે ભોજનની પહેલાં જિનપૂજા કરવી મુશ્કેલ હોય છે. પ્રાયઃ જિનપૂજા નથી કરી શકતા.
- જ્યાં નજીકમાં ઉપાશ્રય નથી હોતો ત્યાં સાધુ-સાધ્વીનું આવવું-જવું રહેતું નથી. એવાં સ્થળે રહેવાથી સુપાત્રદાનનો લાભ નથી મળતો. કોઈ કોઈ વાર સાધુ ભિક્ષા લેવા આવી ચડે, એ જુદી વાત છે.
– જ્યાં સુખી-સંપન્ન જૈન પરિવાર વસે છે, ત્યાં જો તમે રહેતા હો, તો રોજ તમને સાધર્મિક ભક્તિનો લાભ ન મળી શકે. દરરોજ તમારે ત્યાં ભોજન કરવા કોણ આવશે?
- જેમની દુકાન યા ઓફિસ ઘરથી ખૂબ દૂર હોય છે તે લોકો તો સવારે જ નવ-દશ વાગે ચાલ્યા જાય છે ઘેરથી. બપોરે ભોજન કરવા ઘેર પણ નથી આવતા! એમનું ટીફીન’ દુકાન યા ઓફિસે પહોંચી જાય છે, અથવા એ લોકો જાતે જ ટીફીન લઈને જ ઘેરથી નીકળી જાય છે. એવા લોકો ભોજન પહેલાં જિનપૂજા વગેરે ત્રણ ધર્મકયો કેવી રીતે કરી શકશે?
- મુંબઈ જેવા મોટાં શહેરમાં આ પ્રકારે ધર્મકાર્ય કરવું ખૂબ અઘરું છે. હા, જે લોકો નિવૃત્ત હોય છે, જેમને ઘરમાં જ રહેવાનું છે, પાસે જ જિનમંદિર હોય, પાસે જ ઉપાશ્રય હોય અને ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીનું આવવું-જવું રહેતું હોય, આસપાસ દુખી સાધર્મિક રહેતા હોય ત્યારે આ કર્તવ્યોનું પાલન થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org