________________
૮૫.
ભાગ ૩ માટે કહેવું.” દેવે આ વાત ત્રણ-ચાર વાર કહી અને તે અતૃશ્ય થઈ ગયો.
સદ્દાલપુત્રે દેવની વાત સાંભળીને વિચાર કર્યો: “આ પ્રકારના ધર્માચાર્ય તો માત્ર ગોશાલક જ છે, એ જ દેવોક્ત ગુણોથી યુક્ત છે. તે જ શીધ્ર ત્યાં જનાર હશે. હું તેમને વંદના કરીશ, પપાસના કરીશ અને વસતિ આદિ વિષય માટે નિમંત્રિત કરીશ.” દિવસ પૂર્ણ થઈ ગયો.
રાત્રિ પૂર્ણ થઈ, પ્રભાત થયું, નગરમાં રાજા જિતશત્રુ તરફથી ઘોષણા થઈ કે સહસ્ત્રાપ્રવનમાં ભગવાન મહાવીર પધાર્યા છે; સર્વ નગરજનો ભગવાનનાં દર્શન કરે, ભક્તિ કરે અને ધર્મકથાનું શ્રવણ કરે.” .
સદ્દલપુત્ર વિચાર કર્યો. હું ભગવાન મહાવીર પાસે જઈને તેમને વંદના કરું, ઉપાસના કરું, તેમની સેવા કરું.’
તે સ્નાનાદિ કરીને, શ્રેષ્ઠ, શુદ્ધ અને સુંદર વસ્ત્રો ધારણ કરીને માણસોની સાથે સહસ્સામ્રવનમાં પહોંચ્યો. સદ્દધર્મની પ્રાપ્તિમાં સરળતા જોઈએ ?
મેં તમને પહેલાં જ બતાવી દીધું કે સદ્દલપુત્ર ગોશાલકના અનુયાયી હતા, છતાં પણ તેઓ ભગવાન મહાવીરની પાસે ગયા. તેમને વંદન કર્યા અને ઉપદેશ સાંભળ્યો. કારણ કે તેઓ સરળ હતા. બદ્ધાગ્રહી ન હતા. એટલા માટે ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળતાં જ તેમના હૃદય સુધી પહોંચી ગયો. ભગવાને પણ એમની સાથે વાત કરી. ભગવાન તો જાણતા જ હતા કે સદ્દાલપુત્ર ગોશાલકના નિયતિવાદમાં શ્રદ્ધા રાખે છે. છતાં પણ ભગવાને વાત્સલ્યપૂર્ણ હૃદયથી કહ્યું : સદ્દાલપુત્ર, કાલ બપોરે તારી પાસે એક દેવ આવ્યો હતો ?'
સદાલપુત્રે કહ્યું: “હા ભગવંત!”
ભગવાને દેવ દ્વારા કહેલી તમામ વાતો કહી સંભળાવી અને કહ્યું: “તેં દેવના કથન અનુસાર ગોશાલકના આવવાની કલ્પના કરી હતી ને? પરંતુ એ દેવે સંખલિપુત્ર ગોશાલકના વિષયમાં કહ્યું ન હતું.”
સદ્દાલપુત્રે વિચાર કર્યોઃ “આ કેવળજ્ઞાની, કેવળદર્શી છે. આ સત્ય કર્મની સંપદાથી યુક્ત છે. આ ભગવાન મહાવીર મારે માટે વંદનીય છે, નમસ્કરણીય છે. હું એમને પીઠ-આસન ફલક વગેરે માટે આમંત્રિત કરું.”
સદ્દાલપુત્રઊભો થયો. ભગવાનને વંદન-નમસ્કાર કરીને બોલ્યોઃ “હે ભગવાન! પોલાસનગરની બહાર મારી કુંભારની પ૦૦ દુકાનો છે. આપ ત્યાંથી જે કંઈ જરૂરી હોય તે લઈને નિવાસ કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org