________________
ભાગ ૩
પ૯ કારણે શરૂ થઈ છે. મનુષ્યને માથે અનેક જવાબદારીઓ છે. તે જવાબદારીઓને નભાવવા તેનામાં મૌલિક સૂઝ-બૂઝ હોવી જોઈએ. મનુષ્યની મૌલિક સૂઝ-સમજ :
મૌલિક સૂઝ-સમજમાં પ્રથમ વાત છે ઈન્દ્રિય-સંયમની. તેને જીભ ઉપર સંયમ રાખવો પડશે. સ્વાદની લોલુપતા ન જોઈએ. ભૂખથી વધારે પ્રમાણમાં પ્રિય ભોજન પણ ન લેવું જોઈએ. ભોજન સમારંભોમાં પેટની સીમાનો ખ્યાલ રાખવો જોઈએ. એવો ખ્યાલ રાખો છો? શરીરની આવશ્યકતાને સમજવી જોઈએ. નથી સમજતા ને? અભક્ષ્ય પણ ખાઈ લો છો ને ? નશો પણ કરો છો ને? પરિણામ શું આવે છે? બીમારી અને અકાળ મૃત્યુ ! એટલા માટે તમારી પ્રથમ જવાબદારી છે જીભ ઉપર સંયમ રાખવાની.
- જનનેન્દ્રિય ઉપર પણ સંયમ રાખવાનો છે. ઉત્તેજનાઓ ઉપર નિયંત્રણ રાખવું અતિ આવશ્યક છે.
– જાતીય ઉત્તેજના અનેક અનર્થો પેદા કરે છે. પતિ-પત્નીએ પણ મયદા રાખવાની છે. બાળકોની હાજરીમાં પ્રેમચેષ્ટાઓ ન કરવી જોઈએ.
– વસ્ત્રોની સીમામદાનું પાલન થવું જોઈએ. આજકાલ કેટલાંક વર્ષોથી વસ્ત્રોની ન તો સીમા રહી છે, ન તો મર્યાદા રહી છે. જે શ્રીમંતોની પાસે અપાર સંપત્તિ છે તેમની વાત જવા દો. તેમનાં તો કબાટો ભય હોય છે સુંદર અને મૂલ્યવાન વસ્ત્રોથી; પરંતુ જેઓ મધ્યમ વર્ગના ગૃહસ્થો છે, તેઓ પણ વસ્ત્રોની મર્યાદા ભૂલી ગયા છે. તેમની પાસે પણ અનેક ડ્રેસ હોય છે ! પૂર્વે વસ્ત્રોનું પ્રયોજન શરીરરક્ષા હતું. હવે પ્રયોજન બદલાઈ ગયું છે, શરીર-સૌંદર્ય બની ગયું છે પ્રયોજન. આ વિષયમાં મનુષ્ય બુદ્ધિહીન અને વિવેકહીન દેખાય છે. મૌલિક સૂઝ-બૂઝ રહી નથી આ વિષયમાં.
– મનુષ્યની અનેક જવાબદારીઓમાં મુખ્ય જવાબદારી છે પોતાના પરિવારનું પાલનપોષણ અને ઘેર આવેલા લોકોનું આતિથ્ય. એટલા માટે એને પૈસા કમાવા પડે છે, ધનપ્રાપ્તિ કરવી પડે છે. ગૃહસ્થ જીવનમાં અર્થપુરુષાર્થ ખૂબ મહત્ત્વનો છે. આ યુગમાં માણસની પાસે પૈસા વધ્યા છે. મોંઘવારી વધી છે, કબૂલ છે, પરંતુ પૈસા પણ વધ્યા છે ! અન્યાય અને અનીતિથી ધન કમાઈને શ્રીમંતો પણ ઘણા બંન્યા છે. આવા મોટા ભાગના શ્રીમંતો પોતાના ધનને દુર્વ્યસનોમાં ખર્ચી નાખે છે. મોટી મોટી હોટલોમાં જાય છે. શરાબ પીએ છે, જુગાર રમે છે, વ્યભિચારસેવન કરે છે, આડા-અવળા રૂપિયા ખર્ચે છે. પૈસાનો સદુપયોગ તો તેઓ જાણતા જ નથી. ન તો તેઓ પારિવારિક જવાબદારીઓ જાણે છે, ન સામાજિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org