________________
ભાગ ૩
૨૦૯
મહત્તા છે. એ રીતે ગંભીરતા, વિશાળતા અને ગહનતાની દૃષ્ટિએ સમુદ્રનું મહત્ત્વ છે.
આ સૂત્રમાં તીર્થંકરોની જે નામ દઈને સ્તુતિ કરવામાં આવી છે, એ તીર્થંકરોનાં ચરિત્રો ચંદ્ર કરતાંય વધારે નિર્મળ છે. એમનું જ્ઞાન સૂર્યપ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશવાળું છે અને એમનાં નામનું ગાંભીર્ય સમુદ્ર ક૨તાંય વધારે છે.
આ ઉપમાઓથી આગળ વધીને સાહિત્યમાં અન્ય ઉપમાઓ મળવી દુર્લભ છે. આવી ઉત્તમ ઉપમાઓથી શોભાયમાન સિદ્ધિપ્રાપ્ત અને અષ્ટકર્મોથી મુક્ત તીર્થંકરોની સ્તુતિ આ સાતમી ગાથામાં કરવામાં આવી છે.
આ સ્તુતિ સિદ્ધિગતિની પ્રાપ્તિની પ્રબળ ઇચ્છારૂપે ક૨વામાં આવી છે. ‘સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારા તીર્થંકરોમાં તેમની સ્તુતિ કરનારાઓને સિદ્ધિ આપવાનું સામર્થ્ય છે જ.’ એ વાતનો, એ સત્યનો સ્વીકાર કરીને જ આ સ્તુતિ કરવામાં આવી
છે.
એનાથી એ ફલિત થાય છે કે સ્તુતિ કરનારાના હૃદયમાં મોક્ષપ્રાપ્તિની પ્રબળ ભાવના રહેલી છે.
‘જે વ્યક્તિમાં જે ગુણ સિદ્ધ થયેલો હોય છે એનામાં એ ગુણ બીજાંને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય હોય છે.' આ નિયમનું અહીં પ્રતિપાદન થયેલું છે. મોક્ષમાર્ગમાં તીર્થંકરોનું આલંબન - પ્રકૃષ્ટ આલંબન માનવામાં આવ્યું છે. જેને જે ગુણ સિદ્ધ થયો હોય, એ ગુણ પામવા માટે એને આલંબન બનાવવામાં આવે તો એ આલંબન ‘પુષ્ટાલંબન’ બની જાય છે.
તીર્થંકર ભગવંતનો પ્રભાવ માનવો જ જોઈએ :
૫-૬-૭ ગાથાઓ અતિ મહત્ત્વપૂર્ણ છે. એમાં ચિત્તની શુદ્ધિ અને આશયની ઉદારતા માટે તીર્થંકરોની પ્રાર્થના છે. આ પ્રાર્થના આરાધના સ્વરૂપ છે,
તીર્થંકરોના ધ્યાનથી આરોગ્ય, બોધિ, સમાધિ અને સિદ્ધિ મળે જ છે, અને અન્ય પ્રકારથી પ્રાપ્ત થવી અસંભવ હોય તો પછી આ બાબતોની યાચના તીર્થંકર પાસે ન કરવી, એમાં આરાધના નથી પરંતુ વિરાધના છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ થવું એ વિરાધના છે. ‘જે વસ્તુ જેના ધ્યાનથી મળે છે, તે વસ્તુ તેઓ જ આપે છે' - એમ માનવું યુક્તિયુક્ત છે. એવું માનવાથી :
૧. જિન-પ્રવચનની આરાધના થાય છે.
૨. સન્માર્ગમાં દૃઢતા આવે છે.
૩. કર્તવ્યતાનો નિર્ણય થાય છે.
Jain Eucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org