________________
૨૦૨
‘આવશ્યક’ના છ પ્રકારો બતાવવામાં આવ્યા છે ઃ
૧. સામયિક, ૨. ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ સૂત્ર), ૩. વંદન, ૪, પ્રતિક્રમણ, ૫. કાયોત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન,
શ્રાવકજીવન
આ રીતે ‘લોગસ્સ સૂત્ર'નો સમાવેશ ‘અંગબાહ્ય’ શ્રુતજ્ઞાનમાં થયો છે. ચાર મૂળ આગમોમાં આવશ્યક સૂત્ર :
વર્તમાનમાં આપણે ૪૫ આગમોની માન્યતા ધરાવીએ છીએ. સ્થાનકવાસી પરંપરા ૩૨ આગમો માને છે, દિગંબરો એક પણ આગમને માનતા નથી !
૪૫ આગમોનું જે વર્ગીકરણ થયું છે, તે આ પ્રકારનું છે ઃ ૧૧ અંગ + ૧૨ ઉપાંગ + ૬ છેદ + ૪ મૂળ + ૧૦ પ્રકીર્ણક + ૧ નંદી + ૧ અનુયોગદ્વા૨ = ૪૫ આગમસૂત્રો.
ચાર મૂળ આગમોમાં આવશ્યક સૂત્રનો સમાવેશ છે. ૧. આવશ્યક, ૨. ઉત્તરાધ્યયન, ૩. દશવૈકાલિક, ૪. પિંડનિયુક્તિ
ગણધરોએ સૌ પ્રથમ રચના ‘આવશ્યક’ સૂત્રની કરી હતી. “ઉત્તરાધ્યયન સૂત્ર'ની રચના પાછળથી થઈ છે. વીર સંવત ૭૨માં શ્રી શય્યભવસૂરિજીએ ‘દશવૈકાલિક સૂત્ર’ની રચના કરી છે, અને વીર સંવત ૧૭૦ માં શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીએ ‘પિંડનિયુક્તિ'ની રચના કરી છે.
આવશ્યકમાં લોગસ્સ સૂત્રનું સ્થાન ઃ
‘આવશ્યક’માં ‘ચઉવીસસન્થય’ નામથી લોગસ્સ સૂત્રનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનો ‘નામસ્તવ’ નામે પણ ઉલ્લેખ મળે છે.
શ્રી ‘ચૈત્યવંદન ભાષ્યમાં જે પાંચ દંડક બતાવવામાં આવ્યા છે, એમાં ‘નામ સ્તવ’નો ઉલ્લેખ છે.
૧. શક્રસ્તવ, ૨. ચૈત્યસ્તવ, ૩. નામસ્તવ, ૪. શ્રુતસ્તવ અને પ. સિદ્ધસ્તવ. નામસ્તવ એટલે લોગસ્સ સૂત્ર.
તેમાં ૨૪ જિનનાં નામ છે.
જિનના ચાર પ્રકાર ઃ નામનો પ્રભાવ
૧. નામ-જિન, ૨. સ્થાપના-જિન, ૩. દ્રવ્ય-જિન અને ૪. ભાવ-જિન - આ લોગસ્સ સૂત્રમાં ૨૪ તીર્થંકર ભગવંતોનાં નામની સ્તવના છે. શ્રી તીર્થંકર ભગવંતોનાં નામ પરમ પવિત્ર અને મંગલમય છે. એ નામોનો યથાવિધિ જાપ ક૨વામાં આવે તો સર્વ દુઃખો, સર્વ પાપો, સર્વ પ્રકારની અશાંતિ અને સર્વ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org