________________
પ્રવચન : ૬૫
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં દૈનિક કર્તવ્યોનો નિર્દેશ કર્યો છે. એ નિર્દેશોમાં એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ છે 'નમસ્કારાવિચિન્તનમ્ ।'
નમસ્કાર મહામંત્ર આદિનાં સૂત્રોનું ચિંતન કરવાનું સૂચન છે. જ્ઞાન વગર ચિંતન કરી શકાતું નથી. એટલા માટે મેં સંક્ષેપમાં નવકાર મંત્ર વિષયક કેટલુંક જ્ઞાન કરાવ્યું. હવે આજે ‘લોગસ્સ સૂત્ર’ના વિષયમાં કેટલોક બોધ કરાવવો છે. લોગસ્સ સૂત્રનાં અનેક નામ ઃ
સર્વ પ્રથમ હું ‘લોગસ્સ સૂત્ર'નાં વિવિધ નામો અંગે જણાવીશ.
*
‘શ્રી મહાનિશીથ સૂત્રમાં, ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’માં, ‘શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં, ‘ચૈત્યવંદન મહાભાષ્યમાં તેમજ “પાક્ષિક સૂત્ર-વૃત્તિમાં આ સૂત્રનું નામ 'ચર્ચાવીસસત્થય' બતાવવામાં આવ્યું છે.
નંદીસૂત્રમાં એનું નામ ‘ચઉવીસસત્યવ’ બતાવ્યું છે.
‘આવશ્યક નિયુક્તિમાં આ સૂત્રને 'ચઉવીસઇય' કહેવામાં આવ્યું છે.
* ચૈત્યવંદન મહાભાષ્યમાં એને ચઉવીજિણત્થય' કહ્યું છે.
* યોગશાસ્ત્રમાં ઉજ્જૈઅ’ નામ બતાવ્યું છે. ‘ઉજ્જૈઅગર' નામ પણ છે. * પાક્ષિક સૂત્ર-વૃત્તિ'માં ‘ઉર્જાયગર' કહ્યું છે. ‘દેવવંદન-ભાષ્યમાં ‘નામથય’ કહ્યું છે. ‘ધર્મસંગ્રહમાં ‘નામજિણય’ કહ્યું છે.
આ સૂત્રની આગમિકતા ઃ
‘લોગસ્સ સૂત્ર’નાં આ રીતે ભિન્નભિન્ન નામો શાસ્ત્રોમાં મળે છે. હવે આ સૂત્રનો કયા આગમમાં, કયા જ્ઞાનમાં સમાવેશ થાય છે, એ સમજાવું છું.
*
*
*
*
*
જ્ઞાનના પાંચ પ્રકારો તીર્થંકરોએ બતાવ્યા છે ઃ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ.
શ્રુતજ્ઞાનના બે પ્રકારો છે ઃ ૧. અંગપ્રવિષ્ટ, ૨. અંગબાહ્ય. અંગબાહ્ય શ્રુતજ્ઞાનના બે પ્રકારો છે ઃ ૧. આવશ્યક, ૨. આવશ્યક-વ્યતિરિક્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org