________________
ભાગ ૩
૨૪૯
કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલ્યાણની સાક્ષાત મૂર્તિ છે. પરમ મંગલમય તથા પરમ કલ્યાણમય છે. હવે બીજી ગાથાનો અર્થ - ભાવાર્થ બતાવું છું :
विसहरफुलिंगमंतं कंठे धारेइ जो सया मणुओ । તત્ત્વ હ-રોશ-મારી-તુટ્ઠ ના મંતિ વસામં પા
‘શ્રી પાર્શ્વનાથનાં નામથી યુક્ત વિષધર સ્ફુલિંગ' નામના મંત્રને જે માણસ પ્રતિદિન સ્મરણ કરે છે, તેને ગ્રહની કોઈ પીડા થતી નથી, એને વ્યાધિ સતાવતી નથી. તેની ઉપર કદાચ મારણ-પ્રયોગ થાય તો તે શાન્ત થઈ જાય છે અથવા મારીમરકી જેવો રોગ ફેલાયો હોય તો તેની રક્ષા થાય છે. જ્વર દૂર થઈ જાય છે.’ विसहरफुलिंगमंतं :
આચાર્યશ્રી માનતુંગસૂરિવિરચિત 'નમિઊણ'ની અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે :
एयस्स मज्झयारे अट्ठारस अक्खरेहिं जो मंतो । जो जाणइ सो झायइ परमपयत्थं फुडं પાäારશા
‘આ સ્તોત્રમાં ૧૮ અક્ષરોનો જે મંત્ર છે, એ મંત્રને જેઓ જાણે છે, તેઓ પરમપદ પર રહેલા પ્રકટ પાર્શ્વનાથનું ધ્યાન ધરે છે.’
એ ૧૮ અક્ષરોના મંત્રને વિષધર સ્ફુલિંગ મંત્ર' કહે છે. એ મંત્ર આ પ્રકારનો છે ઃ ‘નમિઊણ પાસ વિસહર વસહ જિગ઼ફુલિંગ' આ મંત્ર નાગરાજ ધરણેન્દ્રે, શ્રી માનતુંગસૂરિજીને એમના માનસિક રોગના નિવારણ માટે આપ્યો હતો. એ વાત પ્રભાચક ચરિત્રમાં કહેવામાં આવી છે.
શ્રી રત્નકીર્તિસૂરિજીએ પાર્શ્વનાથ જિનસ્તવનમાં વિષધર સ્ફુલિંગ મંત્ર ૧૮ અક્ષરોનો છે, એ વાતને સમર્થન આપ્યું છે.
આ મંત્ર ૨૮ અક્ષરોનો પણ પ્રાપ્ત થાય છે તે આ પ્રકારનો છે, - ૩ श्रीं अर्ह नमिऊण पास विसहर वसह जिणफुलिंग ॐ ह्रीं श्रीं अहं નમઃ । વિષધર સ્ફુલિંગ મંત્રની સાથે બીજાક્ષર તેમજ પલ્લવાદિ જોડીને ભિન્નભિન્ન મંત્રો બનાવવામાં આવ્યા છે. કેટલાક મંત્રો આ પ્રકારે છે :
૬. ચિન્તામણિ મંત્રઃ
'ॐ ह्रीं श्रीं अहं नमिऊण पास विसहर वसह जिणफुलिंग
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org