________________
(પ્રવચન : ૫૯)
પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકધર્મનું વિશદ વર્ણન - સવિસ્તર નિરૂપણ કરેલું છું. એક હજાર વરસ કરતા પણ પહેલા લખાયેલો આ ગ્રંથ આજે પણ એટલો જ ઉપાદેય છે, ઉપયોગી છે. જે કોઈને શ્રેષ્ઠ શ્રાવકજીવન જીવવાની તમન્ના હોય, એ લોકો માટે આ ગ્રંથ પર્યાપ્ત માર્ગદર્શન પૂરું પાડે છે.
શ્રાવકની દિનચર્યા બતાવતા તેઓએ રાત્રિના સમયે યોગાભ્યાસ કરવાની વાત કરી છે. યોગ બે જાતના બતાવ્યા છે ? સાલંબન અને નિરાલંબન. સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માનાં રૂપનું ધ્યાન ધરવું એ સાલંબન યોગ છે; અને તીર્થકર જ્યારે દેહમુક્ત બની જાય, સિદ્ધ બની જાય, ત્યારે સિદ્ધ સ્વરૂપે.... શુદ્ધ સ્વરૂપે એમનું જે ધ્યાન કરવામાં આવે. શુદ્ધ પરમાત્મગુણોમાં ડૂબીને જે ધ્યાન કરવામાં આવે, તેને નિરાલંબન પ્લાન કહે છે. ચિત્તના આઠ દોષ દૂર કરો:
સાલંબન ધ્યાન કરો કે નિરાલંબન ધ્યાન કરો, તમારું ચિત્ત યોગીપુરુષનું ચિત્ત બની જવું જોઈએ. આઠ દોષોથી રહિત હોવું જોઈએ તમારું મન. ચિત્તને ચંચળ બનાવીને ચકડોળે ચડાવતા એ આઠ દોષોને આજે આપણે સમજવાના છે. જો તમારા મનના એકાદ ખૂણે-ખાંચરે પણ આ દોષો હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરજો. યોગમાર્ગમાં વિશુદ્ધ ચિત્તની મુખ્યતા હોય છે. અશુદ્ધ ચિત્તથી ધ્યાન કરવાથી અનર્થ સરજાવાની શક્યતા રહે છે.
પહેલો દોષ છે - ખેદ :
જેમ વધારે ચાલવાથી શરીર થાકી જાય છે એમ અશુભ વિચારોમાં વધારે વિચરણ કરવાથી ચિત્ત થાકી જાય છે ! આવા થાકેલા મનથી ધ્યાન નહીં કરવું જોઈએ. ચિત્ત જો શ્રાન્ત હોય, કલાન્ત હોય તો એમાં સ્થિરતા ટકતી નથી અને સ્થિરતા-વૃઢતાના અભાવમાં પ્રણિધાન સારી રીતે થઈ ના શકે. યોગમાર્ગમાં પ્રણિધાનનું મહત્ત્વ ખેતીમાં પાણીના મહત્ત્વની જેમ અનિવાર્ય છે. માટે જ્યારે ચિત્ત પ્રફુલ્લિત હોય, ઉત્સાહથી ભર્યું ભર્યું હોય ત્યારે જિનરૂપનું ધ્યાન કરજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org